મુંબઇ,તા.૫
લોકસભાની ચૂંટણી પહેલા મોટા રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. મહિતી મુજબ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પાર્ટી જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર હવે શિવસેના માટે કામ કરશે. પ્રશાંત કિશોર મુંબઈમાં ઉદ્ધવ ઠાકેરના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં શિવસેના માટે કામ કરશે. તેઓ શિવસેના નેતાઓનું માર્ગદર્શન કરશે.
માતોશ્રીમાં શિવસેનાના સાંસદ, ધારાસભ્યો સહિતના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રશાંત કિશોર હાજર હતા અને તેમણે શિવસેનાના નેતાઓને માર્ગદર્શન આપ્યું હોવાની સૂત્રોની માહિતી છે. મહત્વનું છે કે પ્રશાંત કિશોર નીતિશ કુમારની જેડીયુ માટે કામ કરે છે. અગાઉ તેઓ પીએમ મોદી માટે પણ કામ કરી ચૂક્્યા છે. શિવસનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પ્રશાંત કિશોર સૌજન્ય મુલાકાતે આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



