મહિલા સાથે તેના પતિની પણ અલીગઢથી ધરપકડ
ન્યુ દિલ્હી,તા.૬
મહાત્મા ગાંધીના નિર્વાણદિને તેમના પોસ્ટર સામે બંદૂક તાકીને ફોટો ખેંચાવી તેમની હત્યાની ઉજવણી કરનાર હિંદુ મહિલા નેતા પુજા શકુન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાની નેતા પુજા, તેના પતિ અશોકની અલીગઢ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનામાં ૧૨ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ભગવો પહેરીને ગળામાં માળ નાંખી સાધવીના સ્વાંગમાં પુજા પાંડે અને તેના સાગરીતોએ ગાંધીજીની હત્યાની ઊજવણી કરતો વીડિયો તૈયાર કર્યો હોવાનો અહેવાલ દેશભરમાં પ્રસિદ્ધ થયો હતો, જેના પગલે આ ઘટનાની ચોમેર ટીકા થઈ હતી. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા આ જુથ દ્વારા ગાંધીજીના નિર્વાણદિનને શોર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



