મુંબઈ,તા.૬
છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવા આવી રહી છે કે, ‘કસૌટી જિંદગી કી’ની બીજી સીઝનમાં હવે આઇકોનિક કૅરૅક્ટર કોમોલિકા જાવા નહીં મળે. એવી ચર્ચા છે કે, આ શોમાં સ્ટાઇલિશ અને ગ્લેમરસ વેમ્પ તરીકે જૂવા મળતી હિના ખાન આ શો છોડી રહી છે. જાકે, આ એક્ટ્રેસે આ વાતને ફગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું ‘કસૌટી જિંદગી કી’ શો છોડી રહી નથી, પરંતુ હું પાંચથી છ મહિનાના બ્રેક પર જઈ રહી છું. કેમ કે, મેં એક ફિલ્મ માટે હા પાડી છે. હું એ ફિલ્મ વિશે વધુ વિગતો આપી શકું નહીં. જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું આ શોમાં પાછી ફરીશ.’
હિનાએ વધુ કહ્યું હતું કે, ‘લોકો કેવી રીતે લખી શકે કે, હું ‘કસૌટી જિંદગી કી’ છોડી રહી છું. હવે મારે કંઇક અલગ કામ કરવું છે. મે મહિનામાં મારી પહેલી ફિલ્મ ‘લાઇન્સ’ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ ચાલીશ. તેણે વધુ કહ્યું હતું કે, ‘હું વર્લ્ડ સિનેમા કરી રહી છું અને અલગ-અલગ પ્રકારનું કામ કરી રહી છું. હું એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છું. જેના માટે જુલાઈ-ઓગસ્ટમાં કામ શરૂ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



