રોબર્ટ વાડ્રા રોડપતિમાંથી કરોડપતિ કેવી રીતે બની ગયા?: સંબિત પાત્રા

0
4

ભ્રષ્ટ્રાચાર કોંગ્રેસ પાર્ટીનાં એજન્ડામાં છે,વાડ્રાની ૮-૯ સંપત્તિ લંડનમાં આવેલી છે
ન્યુ દિલ્હી,તા.૬
ભારતીય જનતા પાર્ટીએ બુધવારે રોબર્ટ વાડ્રાનાં બહાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારો સાથેની ચર્ચામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગેલા રાહુલ-પ્રિયંકા-રોબર્ટનાં પોસ્ટરો પર સવાલ ઉઠાવ્યો હતો. સંબિત પાત્રાએ રોબર્ટ વાડ્રાનાં સહારે કોંગ્રેસને ટોણો મારતાં કહ્યું કે, એક રોડપતિ કરોડપતિ કેવી રીતે બની ગયો?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ આજે ઈડ્ઢ સમક્ષ હાજર થવાનું છે, ત્યારે ભાજપએ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો શરૂ કર્યાં. સંબિધ પાત્રાએ કહ્યું કે, આજે કાર્યાલયની બહાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા જેવા અપરાધિઓનાં પોસ્ટર લાગેલા છે. રોબર્ટે લંડનમાં ગેરકાયદે સંપત્તિની ખરીદી કરી હતી, રોબર્ટની વિદેશમાં આશરે ૮થી૯ જેટલી પ્રોપર્ટી છે. સંબિતે કહ્યું કે, રાહુલ ગાંધી જામીન પર બહાર છે અને વાડ્રા PMLAકેસમાં ફસાયેલા છે. ભ્રષ્ટ્રાચાર કોંગ્રેસ પાર્ટીનાં એજન્ડામાં છે.
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, રોબર્ટ વાડ્રાની જે ૮-૯ સંપત્તિ લંડનમાં આવેલી છે. તેમાંથી એક ૨૦૦૯માં પેટ્રોલિયમ ડીલનાં એક કમિશનમાં મળી હતી,જેના શેર જિનટેક્સ કંપનીમાંથી સ્કાયલાઈટ કંપનીમાં વહેંચવામાં આવ્યા હતા. માલચા માર્ગમાં આવેલી વાડ્રાની સંપત્તિ વિશે ઓછા લોકોને ખબર હશે. આ પ્રોપર્ટી રોબર્ટનાં અંગત વ્યક્તિ જગદીશ શર્માનાં નામે છે. ત્યારબાદ આ સંપત્તિને MGR-MGF સોંપી દેવાઈ હતી ,જે ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં આરોપી છે.
સંબિત પાત્રાના કહ્યાં પ્રમાણે ૨૦૧૯ની લડાઈ ભ્રષ્ટાચારીઓનાં સમૂહ અને પારદર્શી શાસન વચ્ચે થશે. કોંગ્રેસે જણાવવું જાઈએ કે એક રોડપતિ અચાનક કરોડપતિ કેવી રીતે બની ગયો? કંપની શરૂ કરતી વખતે રોબર્ટ પાસે ૧ લાખ રૂપિયા પણ પુરા ન હતા. પરંતુ હવે તે કરોડોનો માલિક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY