માલદીવ સાથે સંપર્ક વધારવા પહેલી વખત કોચ્ચિથી માલે સુધી ફેરી બોટ સેવા શરુ થશે

0
6
ન્યુ દિલ્હી,તા.૯
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મહંમદ સોલિહે વિવિધ મુદ્દે વ્યાપક મંત્રણા કરી હતી અને સંરક્ષણ સહિતના છ ક્ષેત્રે દ્વિપક્ષી સહકાર વધારવાના કરાર કરાયા હતા. કોચી અને માલદીવની વચ્ચે ફેરી સેવા શરૂ કરવા તેમ જ માલદીવમાં ‘રૂપે કાર્ડ’ સ્વીકારવા સંમતિ સધાઇ હતી. મોદી બીજી વખત વડા પ્રધાન બન્યા તે પછીના પોતાના સૌપ્રથમ વિદેશપ્રવાસમાં શનિવારે માલદીવ આવી પહોંચ્યા હતા.
બન્ને દેશ હાઇડ્રાગ્રાફી અને આરોગ્ય ક્ષેત્રે સહકાર વધારવા સમજૂતી કરાર કર્યા હતા. બન્ને દેશ વચ્ચે દરિયામાર્ગે મુસાફરો અને માલસામાનની હેરફેર તેમ જ કસ્ટમ્સને લગતી કામગીરીમાં સહકાર વધારવા પણ સમજૂતી કરાર કરાયા હતા.
ભારત વતી સેન્ટ્રલ બાર્ડ આૅફ ઇનડિરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ આૅફ ઈન્ડિયાએ માલદીવ કસ્ટમ્સ સર્વિસની સાથે સંબંધિત કરાર પર સહીસિક્કા કરાયા હતા.
માલદીવના સરકારી કર્મચારીઓને તાલીમ આપવા માટે નેશનલ સેન્ટર ફાર ગુડ ગવર્નન્સ, વહીવટી સુધારા અને જાહેર તકરાર વિભાગ તેમ જ માલદીવ સિવિલ સર્વિસ કમિશનની વચ્ચે સમજૂતી કરાર થયા હતા.
ભારતીય નૌકાદળ અને માલદીવ નેશનલ ડિફેન્સ ફાર્સે જહાજાને લગતી માહિતીની આપલે કરવાના કરાર પર સહીસિક્કા કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મહંમદ સોલિહે શનિવારે દ્વિપક્ષી ભાગીદારી વધારવા માટે ઉષ્માભર્યા વાતાવરણમાં મંત્રણા કરી હતી અને આપસમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. બન્ને નેતાએ કાંઠા વિસ્તાર પર નજર રાખવાની રડાર સિસ્ટમ અને એક તાલીમ કેન્દ્રનું સાથે મળીને ઉદ્ઘાટન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY