ન્યુ દિલ્હી,તા.૯
પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો સતત ચોથા દિવસે રવિવારે પણ ચાલુ છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલનાં ભાવમાં ૧૬ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૧૫ પૈસાનો પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૭૦.૫૬ રૂપિયા થઇ ગયો છે અને એક લીટર ડીઝલનો ભાવ ૬૪.૫૦ રૂપિયા થઇ ઘયો છે. પેટ્રોલ અને ડીઝલનાં રિટેલ ભાવ ગ્લોબલ ભાવ અને રૂપયા-અમેરિકી ડોલરનાં એક્સચેન્જ રેટ પર નિર્ભર છે.
દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનાં ભાવમાં ક્રમશઃ ૭.૫૬ રૂપિયા, ૭૨.૮૧ રૂપિયા, ૭૬.૨૫ રૂપિયા અને ૭૩.૩૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ડીઝલનાં ભાવ પણ ચાર મહાનગરમાં ઘટીને ક્રમશઃ ૬૪.૫૦ રૂપિયા, ૬૬.૪૨ રૂપિયા, ૬૭.૬૪ રૂપિયા અને ૬૮.૨૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





