ન્યુ દિલ્હી,તા.૨૨
ન્યૂઝ૧૮ ગુજરાતીઃ ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ ન આપવા અંગે કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિવટ કરીને કહ્યું છે કે, ‘પહેલા લાલ કૃષ્ણ અડવાણીને જબરદસ્તી ‘માર્ગદર્શક’ મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી. જ્યારે પીએમ મોદી વૃદ્ધોનો આદર નથી કરી શકતા તો તેઓ જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




