ચૂંટણીપંચે અત્યાર સુધી ૭૪૨ કરોડની રોકડ જપ્ત કરી : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે

0
243

ન્યુ દિલ્હી,તા.૨૫
આદર્શ આચાર સંહિતા લાગુ હોવાના કારણે તેના ઉલ્લંઘનના મામલે ચૂંટણી પંચ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. પંચે અત્યાર સુધી ૩૧૫૨ કરોડ રૂપિયાની રોકડ, ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે.
ચૂંટણી પંચ અનુસાર ૨૪ એપ્રિલે તેમણે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરી છે. જેમાં ૭૪૨ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ સાથે જ પંચ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે. જેનું મૂલ્ય લગભગ ૧૧૮૦ કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પંચ તરફથી જેટલા મૂલ્યની સામગ્રી અને કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. આ આંકડો તેના કરતા પણ વધારે છે.
ચૂંટણી પંચ અનુસાર માત્ર ગુજરાતમાં જ ૫૨૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને કુલ ૧૧૮૦.૭૯૫ કરોડ રૂપિયાની સાથે તે સૌથી આગળ છે. તમિલનાડુમાં સૌથી વધારે રોકડ ૨૧૪.૯૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્તી મામલે આ દક્ષિણ ભારતીય રાજ્ય સૌથી આગળ છે. ત્યાંથી કુલ ૯૩૫.૭૪ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ૨૪ એપ્રિલ સુધી કરવામાં આવેલા દરોડામાં ૭૪૨.૨૮ કરોડ રોકડ, ૧૧૮૦.૭૯ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ, ૨૩૮.૮૭૮ કરોડ રૂપિયાનો દારૂ, ૯૪૨.૯૫૩ કરોડ રૂપિયાની મોંઘી ધાતુઓ અને ૪૭.૬૩૭ કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY