રાયપુર,તા.૧૮
છત્તીસગઢમાં ચૂંટણી ડ્યુટી પર તૈનાત એક મતદાન અધિકારી સુકલ રામ નરેટીનું ગુરુવારે હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. સુકલ નરેટી છત્તીસગઢના કાંકેર સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા હતા.
છત્તીસગઢ રાજ્યના કાંકેર સંસદીય મતવિસ્તારમાં બીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યું હતું ત્યારે અંતાગઢના કામતામાં પોલિંગ બૂથ નંબર ૧૮૬ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યાં જ અચાનક મતદાન અધિકારી સુકલ રામને ચક્કર આવતા તે જમીન પર પડી ગયા હતા. પોલિંગ બૂથ પર હાજર સહકર્મીઓ તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
તબીબોએ જણાવ્યું હતું કે, સુકલનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. સુકલ શિક્ષક હતા હાલ તેઓ ચૂંટણી માટેની ફરજ બજાવી રહ્યા હતા. છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી સુબ્રત સાહુએ મતદાન અધિકારીની હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાના એહવાલની પુષ્ટિ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



