ન્યુ દિલ્હી,તા.૩
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા રાષ્ટ્રીપતિ શાસનના મામલે ચર્ચા થઈ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકો પાકિસ્તાન સાથે નહીં. પણ હિંદુસ્તાન સાથે રહેવા માંગે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકોની નારાજગી દૂર કરવાની કોશિશ કરવી જાઈએ. આઝાદે કહ્યુ છે કે પુરોગામી સરકારોએ કાશ્મીરમાં શાંતિ માટેની તમામ કોશિશો કરી હતી. આઝાદે કહ્યુ છે કે કાશ્મીરમાં બગડેલી સ્થિતિને કારણે પંડિતોએ ત્યાંથી જવું પડયું, પરંતુ કાશ્મીરનો ઈતિહાસ અને કાશ્મીર કાશ્મીરી પંડિતો વગર અધુરો છે. તેમણે કહ્યુ છ કે અહીં છ વર્ષ સુધી ચૂંટણી જ થઈ નહીં અને રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યુ હતું.
પરંતુ ૧૯૯૬માં સરકારે ચૂંટણી માટેની તૈયારીઓ કરી હતી. આઝાદે કહ્યુ છે કે અટલ બિહારી વાજપેયીએ પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરી હતી અને કાશ્મીરીઓએ પણ તેમના ઉપર ભરોસો મુકિયો હતો. તેમણે કહ્યુ છે કે જા અટલજીને ભાજપમાંથી સમર્થન મળ્યું હોત, તો કદાચ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ કાઢી શકાયો હોત. આઝાદે કહ્યુ છે કે યુપીએની સરકારમાં કાશ્મીરમાં સૌથી વધુ કામગીરી થઈ હતી. પહેલા અહીં રેલવે પહોંચી સડક બનાવવાનું શરૂ કરાયું પરંતુ તેમ છતાં કોંગ્રેસ રાજ્યો અને કેન્દ્રમાં ચૂંટણી હારી કારણ કે અમને પ્રચાર કરવાનું આવડતું નથી. તેઓ કામ કરીને પણ પ્રચાર કરી શકિયા નહીં. આજે કોઈપણ કામ વગર પ્રચાર થઈ રહ્યો છે.
આઝાદે કહ્યુ છે કે યુપીએના કાર્યકાળના ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હાલના વડાપ્રધાન કરી આવ્યા છે. પરંતુ તેમણે એટલા માટે ઉદ્ઘાટન કર્યું નથી. કારણ કે ત્યારે કામ ચાલી રહ્યુ હતું. આઝાદે કહ્યુ છે કે આ ચાર વર્ષોમાં સૌથી વધુ વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થયું છે અને તેનાથી સીધું સ્થાનિક નાગરિકોને નુકસાન થયું છે. આતંકવાદ ચાર વર્ષોમાં પોતાની ચરમસીમા પર પહોંચ્યો છે. યુદ્ધવિરામ ભંગમાં સૌથી વધુ નાગરિકો આ ચાર વર્ષોમાં માર્યા ગયા છે. તેમણે કહ્યુ છે કે ભાજપ-પીડીપીએ ખૂબ ગાજીને કાશ્મીરમાં સરકાર બનાવી હતી. પરંતુ જ્યારે તેઓ તમામ મોરચા પર નિષ્ફળ થઈ ગયા તો સમર્થન પાછું લેવામાં આવ્યું હતું.
આઝાદે કહ્યુ હતુ કે પ્રાદેશિક પક્ષો ટેકો પાછો લેતા હોય છે. પરંતુ અહીં તો કેન્દ્ર સરકારે જ ટેકો પાછો ખેંચ્યો હતો. ત્યાં રાજકીય તોડફોડની કોશિશ કરવામાં આવી હતી. તમે નેશનલ કોન્ફરન્સથી લઈને પીડીપી અને કોંગ્રેસને તોડવાની કોશિશ કરી અને આ પક્ષોની સરકારોમાં જ ત્યાં સૌથી વધુ કામગીરી થઈ હતી. તેમને એ મંજૂર નથી કે ત્યાં ચૂંટણી કરાવવી જાઈથી હતી. આઝાદે કેન્દ્ર સરકાર પર કાશ્મીર મુદ્દે સંવેદનશીલ નહીં હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યુ છે કે દેશની સાર્વભૌમતાને એકમાત્ર જમ્મુ-કાશ્મીરમાં પડકારવામાં આવી છે. ત્યાં સેના મોકલવામાં વિલંબ થયો. કેન્દ્રને પણ કેટલાક નિર્ણયો સંદર્ભે જાણકારી મળી હતી. જા આની જવાબદારી પણ રાજનાથસિંહ પર નાખવામાં આવશે. તો તે ઈતિહાસની સાથે મજાક કરવા બરાબર હશે. જેટલીએ કહ્યુ છે કે કોંગ્રેસનો દ્રÂષ્ટકોણ જમ્મુ-કાશ્મીર માટે હંમેશા ખોટો રહ્યો છે અને ત્યાં કરવામાં આલી ભૂલોનેની સજા આજ સુધી દેશ ભોગવી રહ્યો છે. જેટલીએ કÌš છે કે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં રહેવા માટે લોકશાહી સાથે મજાક કરી છે. આજે કહી રહ્યા છે કે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
પરંતુ તમે જ લોકોએ ચૂંટણી લડવાની તકનો હક છીનવવાનું કામ કર્યું છે. કાશ્મીરમાં કોંગ્રેસના સત્તામાંથી ગયા બાદ મોરારજી દેસાઈની સરકારે ૧૯૭૭માં પહેલી સ્વતંત્ર અને લોકતાંત્રિક ચૂંટણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લાગતો રહ્યો છે. જ્યારે તમે રાજ્યપાલ દ્વારા રાતોરાત ધારાસભ્યોની ખરીદીને સરકાર બનાવી હતી. તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં લડાઈ ભાગલાવાદની સાથે છે. ત્યાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય પાર્ટીઓનો સમન્વય જરૂરી છે. આવું કોંગ્રેસે પણ કર્યું અને ભાજપે પણ ગત સરકાર દ્વારા કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




