માર્ચ મહિનામાં બેંકોમાં રહેનારી રજાઓ………….

0
9

ન્યુ દિલ્હી,તા.૪
પ્રાઇવેટ નોકરી કરનારા લોકો માટે બેંકની રજાઓ અંગે જાણવું બહુ જ જરૂરી હોય છે. કેમ કે, તે લોકો સામાન્ય રીતે શનિવારે બેંક સાથે જાડાયેલા કામ કરતાં હોય છે. આથી એ જાણવાનું વધુ જરૂરી બની જાય છે કે, જો તમારે બેંક સંબંધિત કામ હોય તો તે પ્રમાણે રજા લો. તમને જણાવી દઇએ કે બેંક હોલિડે જુદા-જુદા રાજ્યોમાં અલગ હોય છે. સમગ્ર દેશમાં બેંક માત્ર રાષ્ટ્રીય રજાઓના દિવસે જ બંધ રહે છે.
ઉપરાંત સ્થાનિક તહેવારો અને રાજ્યના મહત્વપૂર્ણ દિવસો પ્રમાણે દરેક રાજ્યોમાં બેંકની સ્થાનિક રજાઓ પણ હોય છે. જા આપણે માર્ચ ૨૦૧૯ની વાત કરીએ તો આ મહિને ૨ મોટા તહેવાર છે. એક મહાશિવરાત્રિ અને બીજું હોળી. ચાલો જાણીએ માર્ચમાં કયા દિવસે કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.
૨૦ માર્ચે (બુધવાર) હોળીના કારણે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં રજા રહેશે. ૨૧ માર્ચ ગુરુવારે મોટાભાગના રાજ્યમાં બેંકની રજા રહેશે.
૨૨ માર્ચે શુક્રવારે બિહાર ડે છે. જેના કારણે બિહારમાં આ દિવસે બેંકની રજા રહેશે. ૨૨ માર્ચે શહીદ ભગતસિંહની પુણ્યતિથિ છે. આ દિવસે પંજાબ અને હરિયાણામાં રજા રહેશે. માર્ચ ૨૦૧૯માં આટલી રજા છે. ઉપરાંત બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. બીજા શનિવારે ૯ માર્ચે છે અને ચોથો શનિવાર ૨૩ માર્ચે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY