ન્યુ દિલ્હી,તા.૯
સોનિયા ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. ૧૫ સભ્યોવાળી કોંગ્રેસની પહેલી યાદીમાં તેમના નામે લોકોને ચોંકાવી દીધા. જા કે વાત એમ હતી કે ૨૦૧૯ની સાલમાં તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં અને રાજકારણમાંથી સંન્યાસ લઇ લેશે. પરંતુ તેમણે આ ખાસ યોજનાને ટાળી દીધી છે.
એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સોનિયાએ લગભગ એક વર્ષથી કોંગ્રેસી નેતાઓને મળવાનું બંધ કરી દીધું હતું. તેઓ રાહુલને મળવાનું કહી દેતા હતા. કહેવાય છેકે જમ્મુ-કાશ્મીરમાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પુલવામા આતંકી હુમલા અને એર સ્ટ્રાઇક બાદ તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઇચ્છાને ઠંડી પાડી દીધી.
આમ તો રાજકારણને અલવિદા કહેવાનું માન તેમને ૨૦૧૬મા જ બનાવી લીધું હતું. ત્યારે તેઓ ૭૦ વર્ષના હતા. જા પાર્ટીનું દબાણ અને સ્થિતિના લીધે તેઓ આમ કરી શકયા નહીં. તેમણે તાજેતરના નિર્ણયને ધ્યાનમાં રાખતા રાજકીય જાણકારોનું માનવું છે કે તેઓ ૨૦૧૯ બાદ ‘કિંગ મેકર’ની ભૂમિકામાં જાવા મળી શકે છે.
શરૂઆતમાં અંદાજા લગાવાય રહ્યો હતો કે સોનિયા ચૂંટણી લડશે નહીં. મુખ્ય વિપક્ષી પક્ષો પાસે મોટા ચહેરાની કમી છે. સાથો સાથ કોંગ્રેસ આમ આદમીને સાથે જાડાવમાં પણ લાંબા સમયથી નિષ્ફળ રહી છે. આથી ગાંધી પરિવાર માટે રાજકારણ છોડવાનું મુશ્કેલ રહ્યું છે. એવું કહેવાય છે કે સોનિયા આ ચૂંટણીમાં અગત્યનું પાત્ર નિભાવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




