અરવિંદ કોઠારીને એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયું
સુરત, તા.૧૬
અત્રે સુરત ગાંધી સ્મૃતિ ભવનમાં દેશ વિદેશમાં સંગીતના કાર્યક્રમો આપી ભારતનું નામ રોશન કરનાર અને જુદા જુદા અનેક અવાજામાં ગીતો ગાનાર કુદરત કા કરિશ્મા તરીકે અોળખાતા એક માત્ર ગાયિકા મિલનસિંહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મિલનસિંહે લતા મંગેશકર, આશાજી, ગીતા દત્ત, નુરજહાં, મહંમદ રફી, કિશોરકુમાર, મન્ના ડે, મુકેશજી, અઝીઝનાઝા વગેરેના અવાજામાં ગાઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. મિલનસિંહ એકમાત્ર આ રીતે ગાનાર કલાકાર છે.
આ કાર્યક્રમ દરમ્યાન મુંબઈથી પ્રકાશિત સ્ટાર રિપોર્ટ તથા હિરા માણેક સમાચાર પત્રના તંત્રી હાર્દિક હૂંડિયાજીએ ડૉ. અતુલભાઈ પાઠકજી, મિલનસિંહ, માયાદેવી વ્યાસ તથા અરવિંદ કોઠારીને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરતના ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



