સ્મૃતિ ઈરાનીએ કહ્યું, “ભાગ રાહુલ ભાગ” સિંહાસન ખાલી કરો

0
7

ન્યુ દિલ્હી,તા.૨૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. પોતાના નિવેદનોથી હંમેશા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરનારી સ્મૃતિ ઈરાનીએ ટિવટર વારા ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ખરેખર સ્મૃતિ ઈરાનીનું આ ટવિટ અલગ અલગ રાજ્યોથી કોંગ્રેસ નેતાઓ વારા રાહુલ ગાંધીને તેમના રાજ્યની લોકસભા સીટ લડવાના આગ્રહ પછી આવ્યું છે.
એવી પણ ખબર આવી રહી છે કે રાહુલ ગાંધી અમેઠી સહીત વાયનાડથી પણ ચૂંટણી લડી શકે છે. ત્યારપછી સ્મૃતિ ઈરાનીએ ટિવટર એકાઉન્ટ પર અમેઠી કોંગ્રેસ જિલ્લા કમિટીના અધ્યક્ષ Îવારા જાહેર કરવામાં આવેલો પત્ર પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમેઠીએ ભગાવ્યો, દરેક જગ્યાએ બોલાવ્યાની સ્વાંગ રચાવ્યો, કારણકે લોકોએ નકાર્યો, સિંહાસન ખાલી કરો’. આ ટવિટ સાથે તેમને #BhaagRahulBhaag હેશટેગ પણ લગાવ્યું.
હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો છેઃ કોંગ્રેસ
સ્મૃતિ ઈરાનીના ટવિટ પછી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટવિટ આવ્યું, જેમાં તેમને લખ્યું હતું કે, ચાંદની ચોકે હરાવ્યું, અમેઠીએ હરાવીને ભગાવ્યા જેને વારંવાર જનતાએ નકાર્યા તેમને દરેક વાર રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા. હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો છે #BhaagRahulBhaag.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY