ન્યુ દિલ્હી,તા.૪
બેન્કમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ થયા બાદ સરકાર અને રિઝર્વ બેન્ક ઓફલાઈન આધાર દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલવા પર વાતચીત કરી રહ્યા છે. મોદી સરકાર હવે આધારકાર્ડને બદલે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે QR કોડનો ઉપયોગ કરશે. જેને પગલે હવે આધારકાર્ડ બેન્ક માટે ફરજિયાત નહીં રહે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, હવે બેન્ક એકાઉન્ટ ઊઇ કોડથી ખુલશે. એટલે કે ઓફલાઈન આધારકાર્ડ દ્વારા બાયોમેટ્રિક eKYCની જગ્યા QR કોડને સ્કેન કરવામાં આવશે. વાતચીત સફળ થવા પર બેન્ક એકાઉન્ટ ખોલાવવા, ઈન્સ્યોરન્સ ખરીદવા અને પેમેન્ટ વોલેટ ઓપરેટ કરવા માટે નવા ઓફલાઈન આધારનો ઉપયોગ કરવામાં આવશે. ઓફલાઈન આધારનો UIDAI ના સર્વર સાથે કોઈ લિંક નથી હોતું.
મ્યુ કોડવાળા પ્રિંટ આઉટને UIDAI દ્વારા ડિઝિટલી સાઈન કરવામાં આવશે, જેનાથી આ ડોકયુમેન્ટ રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને મતદાન ઓળખ પત્ર જેટલું ભરોસાપાત્ર થઈ જશે. સાથે પાસપોર્ટ ઓફિસ અને બેન્કને આમાં ઘણી સુવિધા થઈ જશેUIDAIઅનુસાર, ઓફલાઈન આધાર KYC ની નવી રીત હોઈ શકે છે. આમાં વ્યકિતનું નામ, ફોટોગ્રાફ અને એડ્રેસ સિવાય અન્ય માહિતી ગોપનીય રહે છે. જેથી આ લોકોની જાણકારીને સેફ રાખવાની શ્રેષ્ઠ રીત થઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



