અંબાતી રાયડુની બાલિંગ એક્શન પર શંકાના વાદળો ઘેરાયા

0
7

ન્યુ દિલ્હી,તા.૧૭
ઈન્ડિયન ક્રિકેટર અંબાતી રાયડુની બાલિંગ એક્શન પર શંકાના વાદળો ઘેરાયા છે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે બાદ બાલિંગ એક્શન પર અનેક સવાલ ઉઠ્યા છે, એટલું જ નહીં હવે આઇસીસીએ પણ અંબાતી રાયડુની બાલિંગ એક્શનને લઇને તપાસ કરવાની જાહેરાત કરી દીધી છે.
અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર નહીં પણ પાર્ટ ટાઇમ બાલર છે, જેને પહેલી વનડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ બે ઓવર આપી હતી જેમાં તેને ૧૩ રન આપ્યા હતા. રાયડુએ ૨૨ અને ૨૪મી ઓવરમાં બાલિંગ કરી હતી. આ મેચ ભારત ૩૪ રને હારી ગયુ હતુ.
રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ટ્‌વીટ કરીને અંબાતી રાયડુની સંદિગ્ધ બાલિંગ એક્શન અંગે ફરિયાદ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY