અમે સીબીઆઈમાં સફાઇ કરી,આંગળી ચિંધનારા લોકો કેટલા સાચા?
ન્યુ દિલ્હી,તા.૧૭
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ભલે હાલમાં તેમની સારવાર માટે અમેરિકામાં હોય, પરંતુ તેમની સક્રિયતા હજુ પણ ઓછી થઈ નથી. બ્લોગ દ્વારા અનેક વખત વિપક્ષ પર પ્રહાર કરનાર અરુણ જેટલીએ એકવાર ફરીથી સારવાર દરમિયાન જ બ્લોગ લખી અનેક મુદ્દાઓ પર પોતાની નિડર મત વ્યક્ત કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીઓ ઉપરાંત કોંગ્રેસ સહિત વિપક્ષના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ઘણા મુદ્દાઓ પર નાણા મંત્રી અરૂણ જેટલીએ જવાબ આપ્યો છે. અરુણ જેટલીએ વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે પોલિટિકલ સિસ્ટમમાં કેટલાક લોકો એવા છે જેઓ વિચારે છે કે તેઓ રાજ કરવા માટે જ જન્મ્યા છે.
નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષી દળોને ‘વાત વાત પર વિરોધ કરનાર’ જણાવતા તેમના પર ખોટુ બોલવાનો અને એક ચૂંટાયેલી સરકારને નબળી કરીને લોકશાહીને બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસ અથવા અન્ય વિપક્ષી દળોનું નામ લીધા વગર એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે સકારાત્મક માનસિકતાવાળા લોકો અને રાષ્ટ્રીય શક્તિથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે, ‘વાત વાત પર વિરોધ કરનારા લોકો’ દ્વારા નહીં.
અરુણ જેટલીએ ગુરુવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું કે પોલિટિકલ સિસ્ટમમાં કેટલાક લોકો એવા છે જે વિચારે છે કે તેમનો જન્મ માત્ર શાસન કરવા માટે થયો છે. કેટલાક લોકો તો એવા છે જે લેફ્ટ અથવા અલ્ટ્રા લેફ્ટ વિચારોથી પ્રભાવિત છે. તેમના માટે એનડીએની સરકાર સંપૂર્ણ રીતે સ્વીકાર કરવા યોગ્ય નથી. આ વચ્ચે એક બીજા વર્ગ પણ સામે આવ્યો છે, જેનું કામ માત્ર સતત દુષ્પ્રચાર કરવાનું છે.
અરુણ જેટલીએ ફેસબુક પર એક બ્લોગ લખ્યો વારંવાર ખોટું બોલવાથી કોઈ અફસોસ નથી. જા તેઓ દેશના હિતની વિરુદ્ધ ચાલતા હોય તો તેઓ પણ દલીલ કરી શકે છે. તેઓ ભ્રષ્ટાચારના રૂપમાં ધર્મયુદ્ધનો સ્વાંગ રચી શકે છે. પોતાની વિચારધારા અનુસાર તેઓ બેવડા માપદંડ અપનાવી શકે છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા રિઝર્વેશન અને રાફેલ સંરક્ષણના સોદા સહિત અનેક મુદ્દાઓ પર રાજકીય દળોની નિંદાના સંકેત આપતા જેટીલીએ કÌšં કે ‘વાત વાત પર ખોટુ બોલનારોનું માનવું છે કે સરકાર કંઈ સારૂં કરી શકે તેમ નથી અને તેથી તેમના દરેક કામમાં અડચણ ઉભી કરવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






