ભારતે અંતરિક્ષમાં તોડી પાડેલ સેટેલાઇટનો રક્ષા મંત્રાલયે વીડિયો જાહેર કર્યો

0
35

ન્યુ દિલ્હી,તા.૮
ભારતે ૨૭ માર્ચે ઓડિશા સ્થિત અબ્દુલ કલામ દ્વીપથી એન્ટી સેટેલાઇટ મિસાઇલ (મિશન શકિત)નું પરીક્ષણ કર્યું હતું. હવે રક્ષા મંત્રાલયે તેનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઇન્ટરસેપ્ટર મિસાઇલે અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડ્યું. ભારતને આ સફળતા મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું.
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મિશનની શરૂઆતથી લને અંત સુધીને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગ્રાફિક્સ અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે બેલેસ્ટિક મિસાઇલ દ્વારા પોતાના જ સેટેલાઇટને જમીનથી ૩૦૦ કિમીની ઉંચાઈ પર તોડી પાડ્યું હતું. વર્લ્ડ સિકિયોર ફાઉન્ડશન અનુસાર વર્ષ ૨૦૦૭માં ચીને પોલર ઓર્બિટમાં એક સેટેલાઇટને નષ્ટ કર્યો હતો જેના કારણે અત્યાર સુધી સૌથી વધુ કાટમાળ સર્જાયો હતો. તેના કારણે કાટમાળની નજીક ત્રણ હજાર ટુકડા સ્પેસમાં વિખેરાયા હતા.
ભારતે ૨૦૧૨માં તેની પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે ભારતે તેમાં સફળતા મેળવી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ચોથું વિશ્વ યુદ્ધ અંતરિક્ષમાં લડવામાં આવશે. જે દેશની પાસે એન્ટી સેટેલાઇટ ટેકનીક હશે, તે આવી લડાઈમાં બાજી મારી લેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY