અકબર માનહાનિ કેસ : પત્રકાર પ્રિયા રમાનીએ કોર્ટમાં આરોપ હટાવવા અરજી કરી

0
2

ન્યુ દિલ્હી,તા.૧૦
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર દ્વારા માનહાનિ મામલે દોષી ગણવામાં આવેલી પત્રકાર પ્રિયા રમાનીએ કોર્ટમાં પોતાના પરથી આરોપ હટાવવા માટે અરજી દાખલ કરી છે. વાસ્તવમાં મી ટુ અભિયાન હેઠળ રમાનીએ એમ જે અકબર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અકબરે રમાની પર માનહાનિનો કેસ કરી દીધો હતો. ગઈ ૨૫ ફેબ્રુઆરીના રોજ રમાનીને ૧૦,૦૦૦ના દંડ સાથે જામીન આપવામાં આવ્યા હતા. સાથે તેમને બુધવારે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ. રમાનીએ કહ્યું આવતી વખતે જ્યારે ૧૦ એપ્રિલના રોજ કોર્ટ મારા સામે ચાર્જ ફ્રેમ કરશે ત્યારબાદ કહાની સંભળાવવાનો વારો મારો હશે. મારો બચાવ મારી સચ્ચાઈ હશે. રમાની તરફથી વરિષ્ઠ વકીલ રેબેકા જાને એમ જે અકબરના ન પહોંચવા પર સવાલ ઉઠાવ્યા.
એમ જે અકબરે કોર્ટમાં કહ્યુ હતુ કે રમાની દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોથી સમાજમાં તેમના માન સમ્માનમાં ઠેસ પહોંચી છે. તેમણે કહ્યુ કે મે ૪૦ વર્ષોમાં કમાયેલી ઈજ્જત પ્રિયાના આરોપોએ ધૂળમાં મળી ગઈ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે છપાયેલા લેખોમાં પ્રિયાના ટ્‌વીટ છાપવામાં આવ્યા. આનાથી માનહાનિ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ મી ટુ અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY