બ્રહ્માંડનું રહસ્ય જણાવનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું ૭૬ વર્ષે નિધન

0
77

લંડન,
તા.૧૪/૦૩/૨૦૧૮

બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ આપનાર સ્ટીફન હોકિંગ સાયન્સની દુનિયામાં ખુબ મોટું નામ હતું. સ્ટીફનનું નિધન બ્રિટનના કેમ્બ્રજ સ્થત નિવાસસ્થાને થયું છે. સ્ટીફન હોકિંગના પુત્રો લુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે, કે અમને બહેદ દુઃખ છે, કે અમારા પ્યારા પિતાજી આજે અમને છોડીને જતા રહ્યા છે.સ્ટીફન હોકિંગનો જન્મ ૮ જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ ઈંગ્લેન્ડના ઓક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વારના સમયે થયો હતો.

ગૈલીલિયોના મોતના બરાબર ૩૦૦ વર્ષ પછી હોકિંગનો જન્મ થયો હતો. ૧૯૮૮માં તેઓ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા હતા, જ્યારે તેમનું પહેલું પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમઃ ફ્રોમ ધી બિગ બૈંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું હતું. તે પછી કોસ્મોલોજી પર તેમનું પુસ્તક બહાર પડ્યું હતું. તેની ૧ કરોડથી વધુ પ્રંત વેચાઈ હતી. તે દુનિયાભરમાં વિજ્ઞાન સાથે જાડાયેલ સૌથી વધુ વેચાયેલ પુસ્તક બની રહ્યું હતું.

૧૯૬૩માં સ્ટીફન હોકિંગ ફકત ૨૧ વર્ષના હતા, ત્યારે તેમને છન્જી નામનો રોગ થયો હતો. તેને કારણે તેમના મોટાભાગના શરીરના અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ બિમારીથી પીડિત લોકો સામાન્ય રીતે ૨ કે ૫ વર્ષ જીવીત રહી શકે છે, પણ સ્ટીફન દશકો સુધી જીવ્યા.

સ્ટીફન હોકિંગ વ્હીલચેર દ્વારા મુવ કરી શકતા હતા. આવી જીવલેણ બિમારી સાથે ખુબ લાંબા સમય સુધી જીવીત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલા વ્યક્ત બની ગયા છે. ૨૦૧૪માં સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ રીલીઝ થઈ હતી. પ્રોફેસર સ્ટીફન હોકિંગે ૧૯૬૫માં ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેંડિગ યૂનિવ‹સઝ’ વિષય પર પોતાની પીએચડી પુરી કરી હતી.

ખુબ રસપ્રદ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા, પણ તેમના પિતાએ તેમને મેડિકલમાં જવાની સલાહ આપી હતી. યુનિવર્સિટીઝ કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું. જેથી તેમણે ફિઝીક્સને પંસદ કર્યું હતું, અને ત્રણ વર્ષ પછી તેમણે નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઓનર્સ ડિગ્રી મળી.

તેમની સફળતા અંગે વાત કરતાં તેમણે એક વખત કહ્યું હતું કે તેમની બિમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં સૌથી મોટો ભૂમિકા ભજવી છે. બિમારી આવી તે પહેલા તેઓ તેમના ભણતર પર કોઈ ધ્યાન આપતા ન હતા. બિમારી દરમિયાન તેમને લાગ્યુ કે તેઓ લાંબા સમય સુધી જીવીત રહેશે નહી, ત્યારે તેમણે પોતાનું ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું હતું, હોકિંગે બ્લેક હોલ્સ પર રિસર્ચ કર્યું હતું.

તેમણે એક વખત કહ્યું હતું કે પાછલા ૪૯ વર્ષમાં હું મરણ પામવાનું અનુમાન લગાવી રહ્યો છું, હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ જલ્દી નથી. હજી તો મારે ખુબ કામ કરવાના બાકી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY