સીબીઆઈની પ્રતિષ્ઠા બચાવવા CVC ની ભલામણનો સરકારે અમલ કર્યો હતો : જેટલી

0
6

ન્યુ દિલ્હી,તા.૮
સરકારે રજા પર ઉતારી દીધેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને ફરી ડાયરેક્ટર પદ સોંપવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યુ હતુ કે સીબીઆઈની પ્રતિષ્ઠા બચાવવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણના આધારે કેન્દ્ર સરકારે સીબીઆઈના બે ટોચના અધિકારીઓને રજા પર ઉતાર્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનુ પાલન કરીશું.જાકે સરકાર ચુકાદાનો અભ્યાસ કરશે.આ મામલો હજી ખતમ થયો નથી.સરકારનો કોઈના પક્ષમાં રહેવાનુ વલણ નથી. સીબીઆઈની સ્વાયત્તા બચાવવા માટે વિજિલન્સ કમિશને જે ભલામણ કરી હતી તેના પર સરકારે અમલ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY