ડિઝનીએ રૂ.૪.૯ લાખ કરોડમાં ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ ખરીદી

0
9

ન્યુયોર્ક,તા.૨૨
આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મેર્ડોકની કંપની ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યુ છે. મર્જર બાદ ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો મૂવી સ્ટુડિયો ડિવિઝન ઉપરાંત સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ અને ફોક્સ ટેલિવિઝન ગ્રુપમાં ૩૦ ટકા હિસ્સો ડિઝનીએ હસ્તગત કર્યો છે. તેમજ નેશનલ જિયોગ્રાફિક અને સ્ટાર ઇન્ડિયાની માલિકી પણ ડિઝની પાસે ગઈ છે.
ડિઝનીના ચેરમેન-સીઈઓ બોબ આઈગરે જણાવ્યુ છે કે, અમારા માટે અસામાન્ય અને ઐતિહાસિક ક્ષણ છે. કંપની અને શેર હોલ્ડર્સ માટે ડીલ લોંગ ટર્મ માટે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે અમેરિકામાં ફોક્સ ન્યુઝ અને ફોક્સ સ્પોટ્‌ર્સ જેવા એકમો પર ફોક્સ કોર્પનુ નિયંત્રણ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY