રાજકોટ,
તા.૧૦/૦૩/૨૦૧૮
ધાર્મિક હોવાનો ડોળ રચી પાપલીલાઓ આચરવામાં પારંગત થઇ ગયેલા અનેક શખસ કાનૂનની ઝપેટે ચડ્યા છે. જેમાં વધુ એકનો વધારો થયો છે. ધાર્મિક પ્રવચનો આપી ભોળી યુવતીઓનું સર્વસ્વ લૂંટી લેતા શખસ રક્ષિત રૈયાણી અને તેના માતા-પિતાની પોલીસે ધરપકડ કરી હતી.
તેમની સામે થયેલી ફરિયાદ પ્રમાણે સિલ્વર પાર્ક ૪ નંબરમાં અમીન માર્ગ પર રાજ મકાનમાં રહેતા પ્રોફેસર રક્ષિત રૈયાણી પ્રણામી નિજાનંદ સંપ્રદાયનો ધર્મ પાળતો હોય અને ધાર્મિક પ્રવચન આપતા સત્સંગ દરમિયાન પીડિત યુવતી સાથે સંપર્ક થયો હતો. તેણે મિત્રતા કેળવી યુવતીને મહિને ૨૫,૦૦૦ આપવાની વાત કરી માતા-પિતાની સેવા માટે ઘરે બોલાવી માતા હિનાબહેન સાથે લીવ ઇન સર્વિસ કોન્ટ્રાક્ટ કરાવી પોતાના ઘરે રાખી હતી. બાદમાં પોતાના રૂમમાં મહિાલની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી, અકુદરતી મૈથુન કરી અવાર નવાર બળાત્કરા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી મારકુટ કરી હતી. હિનાબહેન અને પરસોતમભાઈ રૈયાણીએ પણ યુવતીને મારકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રોફેસર રક્ષિત રૈયાણી સ્ત્રીઓનો શોખીન હોઇ અલગ અલગ સ્ત્રીઓ સાથે સંબંધ રાખી તેને તરછોડી દઇ જિંદગી ખાબ કરતો હોવાનો આરોપ મુકાયો છે. અગાઉ બે મહિલા સાતે છૂટાછેડા થયા છે. જેમાંથી એક કિસ્સામાં કરિયાર ઓળવી ગયાની તપાસ ચાલે છે. તથા અન્ય છોકરીને પોતાની સાથે ખરાખી હોવાની પણ ફરિયાદ થતા તેની પણ તપાસ ચાલું છે. ત્યારે પીડિત મહિલાની ફરિયાદને આધારે રાત્રે ૯ કલાકે ત્રણેય આરોપીની ધરપકડ કરાઇ હતી.
આગળની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. સાપરા ચલાવી રહ્યા છે. નોંધનીય છેકે, થોડા સમય પહેલા રક્ષીત રૈયાણીએ પોતાની ત્રીજી પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તેણીએ પોતાના જ ઘરની બહાર ધરણાં કર્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"