લોકો ઘરોમાંથી બહાર નિકળીને સડકો પર આવી ગયા હતા,લોકોએ કહ્યું,આ દુનિયાનો અંત છે
ન્યૂયોર્ક,તા.૨૮
ક્વીન્સના એક પાવર પ્લાન્ટમાં ગુરૂવારે રાત્રે બ્લાસ્ટ થવાના કારણે ન્યૂયોર્કનું આકાશ રાત્રે થોડાં સમય માટે ચમકદાર વાદળી થઇ ગયું હતું. આ ઘટનાથી શહેરના અનેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કેટલાંક લોકોએ આ વાતને એલિયનથી જાડી તો કેટલાંકે આસ્થા સાથે. બ્લાસ્ટ એટલો પ્રંચડ હતો કે, ક્વીન્સ, મેનહટન, ન્યૂજર્સીની અમુક બિલ્ડિંગોમાં આંચકાઓ અનુભવાયા હતા. લોકો ઘરોમાંથી બહાર નિકળીને સડકો પર આવી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, કોન એડિસન પાવર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, જેના કારણે બ્લાસ્ટ થયો અને ઝડપથી આકાશ તરફ ધુમાડો અને આગની જ્વાળાઓ નિકળી. ધુમાડા અને આગના કારમે આકાશમાં ચમકદાર પ્રકાશ ઉત્પન્ન થયો, જે ન્યૂયોર્ક ઉપરાંત અનેક શહેરોમાં જોવા મળ્યો.
બ્લાસ્ટના કારણે ન્યૂયોર્કની આસપાસ વીજળી ખોરવાઇ ગઇ. ક્વીન્સ અને ન્યૂયોર્કમાં લોકો સડકો પર ઉતરી આવ્યા. આ દરમિયાન લોકોએ આકાશના વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શૅર કર્યા અને તેના કારણો અંગે જાણવાની કોશિશ કરવા લાગ્યા.
પ્લાન્ટના પ્રવક્તા બોબ મેકગીએ જણાવ્યું કે, ઉપકરણોમાં ખરાબીના કારણે આવું થયું. આ ઘટનામાં કોઇ પ્રકારનું નુકસાન નથી થયું, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




