મુંબઈ,તા.૭
બોલિવૂડના બે ધુરંધર ફિલ્મ સર્જકો રોહિત શેટ્ટી અને કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને હાથ મિલાવ્યા હતા અને એક બીગેસ્ટ કોમેડી કમ એક્શન થ્રીલર બનાવવાની યોજના જાહેર કરી હતી. અગાઉ ફારાહ ઓમ શાંતિ ઓમ અને મૈં હું ના જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે. રોહિત શેટ્ટી તો ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક અને ડઝનબંધ હિટ ફિલ્મો આપનારા ફિલ્મ સર્જક તરીકે પંકાયઇ ચુકવ્યા છે.
ફારાહે ટ્વીટર પર આ સમાચારને સમર્થન આપતાં લખ્યું, તમે જેની સ્વપ્નમાંય કલ્પના ન કરી હોય એવું કંઇક નસીબની દેવી તમારી પાસે કરાવવા માગતી હોય એવો અનુભવ થયો. ડિયરેસ્ટ દોસ્ત રોહિત શેટ્ટી સાથે ફિલ્મ કરવાની તક મળી તેથી ખૂબ ઉત્તેજિત છું.. અમે સાથે મળીને એક બીગેસ્ટ કોમેડી કમ એક્શન થ્રીલર ફિલ્મ બનાવવાના છીએ.
આ ફિલ્મમાં રોહિત રિલાયન્સ સાથે મળીને સહનિર્માતાની જવાબદારી અદા કરશે અને ફારાહ ડાયરેક્શન સંભાળશે. જા કે એમાં પણ રોહિતને પરોક્ષ ફાળો તો હશે જ એમ જાણવા મળ્યું હતું. આથી વધુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
ફારાહના પ્રવક્તાએ કહ્યું કે એકવાર અમે સ્ક્રીપ્ટ ફાઇનલ કરી લઇએ ત્યારબાદ કલાકારો વગેરેની જાહેરાત કરવામાં આવશે. કરણ જોહર નિર્મિત અને રોહિત શેટ્ટી નિર્દેશિત સિમ્બા હિટ નીવડયા બાદ રોહિત હાલ અક્ષય કુમાર સાથે સૂર્યવંશીની તૈયારીમાં બીઝી છે. આ ફિલ્મમાં પણ એક ઇમાનદાર પોલીસ અધિકારી હીરો હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




