મુંબઈ,તા.૧૧
મહારાષ્ટ્ર એટીએસના મોટા ઓપરેશનને અંજામ આપતા ત્રણ શકમંદ આતંકીઓને પાલઘર અને પુણેમાંથી ઝડપી પાડવામાં આવ્યાં છે. પકડાયેલ આતંકી દક્ષિણપંથી હિંદુ સંગઠનના સભ્યો ગણાવવામાં આવે છે. એટીએસનો દાવો છે કે આ સંદિગ્ધ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતાં. એટીએસએ તેમની પાસેથી દેશી બોમ્બ સહિત ભારે માત્રામાં વિસ્ફોટ સામગ્રી પણ ઝડપી પાડી છે.
મુંબઇ સાથેના નાલાસોપારાના રહેવાસી ૪૦ વર્ષના વૈભવ રાઉતના ઘર પર એટીએસની ટીમે ગુરૂવારે મોડી રાતના રોજ દરોડા પાડ્યા હતાં. અહીંયા વિસ્ફોટક સામગ્રી જપ્ત કર્યા પછી વૈભવ રાઉત અને ૨૫ વર્ષના શરદ કાલસ્કરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે પૂછપરછ કર્યા પછી ૩૯ વર્ષના સુધનવા ગોંઘાલેકરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
એટીએસ પ્રમાણે ૭ ઓગસ્ટના રોજ સૂચના મળી હતી કે કેટલાક આતંકી મુંબઇ, પુણે, સતારા, સોલાપુર અને નાલાસોપારામાં આત્મઘાતી હુમલો કરી શકે છે. એટીએસને શંકાશીલ આરોપીનો નંબર પણ મળી ગયો હતો. જેના આધારે આરોપીના નાલાસોપારા સ્થિત ઘર અને દુકાનમાં દરોડા પાડવામાં આવ્યાં.
નાલાસોપારા વેસ્ટના ભંડાર આલીમાં રાઉતના ઘર અને દુકાન પર દરોડામાં ૨૦ દેસી બોમ્બ, બે જિલેટીન છડ, ૨૨ નોન ઇલેક્ટ્રોનિક ડેટોનેટર, ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પાઉડર, ઝેરની બે બોટલ, બેટરી વગેરે સામાન મળ્યાં. જપ્ત સામગ્રી ફોરેન્સિક સાઇંસ લેબોરેટરી મોકલવામાં આવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




