આલિયા ભટ્ટે ૧૭ વર્ષની ઉંમરે પહેલી કિસ કરી હતી…!!

0
22

મુંબઈ,તા.૯
છેલ્લાં ઘણાં સમયથી આલિયા અને રણબીર કપૂરનાં અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ, તે બંને તેમની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નાં શૂટિંગ માટે બલ્ગેરિયામાં છે. આલિયાએ પોતાનાં બોલિવુડ કરિયરની શરૂઆત ૨૦૧૨માં કરન જાહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરી હતી. ત્યારબાદ, ઘણા બધાં એક્ટર્સ સાથે તેનાં લિંકઅપનાં સમાચારો આવતાં રહ્યાં છે. આ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનાં અફેરની ચર્ચાઓ હતી. ત્યારબાદ તેનું નામ વરૂણ ધવન અને અર્જૂન કપૂર સાથે જાડાયું હતું. હવે, આલિયાનો એક જુનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આલિયા પોતાનાં પહેલા સેલિબ ક્રશ, ગર્લ ક્રશ, પહેલી કિશ અને પહેલા બ્રેકઅપ વિશે વાત કરે છે.
જા તમને લાગતું હોય કે આલિયાનું પહેલું બ્રેકઅપ સિદ્ધાર્થ સાથે થયું હતું કે તેણે સિદ્ધાર્થને પહેલી કિસ કરી હતી, તો તમારી આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે, સિદ્ધાર્થ કરતાં અગાઉ પણ આલિયાનાં જીવનમાં કોઈક હતું, જેને તે ડેટ કરી રહી હતી.
આલિયાએ પોતાનાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા તેણે સ્કૂલનાં દિવસોમાં પોતાનાં વિશે એ અફવા સાંભળી હતી કે તે કોઈ છોકરાંને ડેટ કરી રહી છે. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે તેનો પહેલો ક્રશ બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હતો, જ્યારે તેનો પહેલો ગર્લ ક્રશ કરીના કપૂર હતી. આલિયા આટલેથી અટકી નહોતી, તેણે પહેલીવાર ક્્યારે કિસ કરી હતી તે પણ જણાવ્યું હતું. આલિયાએ કહ્યુ હતું કે માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં તેણે પહેલીવાર કોઈકને કિસ કરી હતી અને જ્યારે તે ૧૮ વર્ષની હતી, ત્યારે તેનું પહેલીવાર બ્રેકઅપ થયું હતું, અને આ બ્રેકઅપ બાદ આલિયા બહુ જ રડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY