બ્રિટિશ મહારાણી એલિઝાબેથથી ૧૦ ગણા અમીર છે
લંડન,તા.૨૬
બ્લૂમબર્ગ અનુસાર બ્રિટનની ગેમ્બલિંગ ફર્મ Bet૩૬૫ની સંસ્થાપક તેમજ CEO ડેનિસ કોટ્સની પાસે $૪૪૬ કરોડની સંપત્તિ છે અને તેઓ બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયથી ૧૦ ગણા અમીર છે. પોતાના પરિવારના સ્વામિત્વવાળા Bet૩૬૫માં ડેનિસની ૫૦.૩%ની ભાગીદારી છે. કોટ્સ યૂનાઈટેડ કિંગડમ (યૂકે)ના ૧૭ અપબપતિઓમાં સમાવેશ પામેલા એલ માત્ર મહિલા છે.
કંપની Bet૩૬૫ ગ્રૂપ લિમિટેડની બ્રિટીશ ફાઉન્ડર ડેનિસ કોટ્સ ૫૧ વર્ષના છે અને તેમણે આ ઝળહળતી સફળતા મેળવી છે. Bet૩૬૫માં કોટ્સની ભાગીદારી પછી શુક્રવારે પહેલી વાર ટાપ ૫૦૦ અમીર લોકોની યાદીમાં સમાવેશ થયો છે. વર્ષ ૨૦૦૦માં Bet૩૬૫ની શરૂઆત થઈ હતી.
ઈન્ટરનેટમાં આવેલા બૂમનો ફાયદો ઉઠાવી બ્રિટેનમાં વસતા ૧૭ અરબપતિલોકોમાં તેઓ એકમાત્ર મહિલા છે જે ખુબજ ગર્વની વાત છે. કોટ્સ સૌથી વધુ સેલરી મેળવે છે ગયા વર્ષે તેમને ૨૮૨ મિલિયન ડાલરની અધઘધ સેલરી મળી.
વર્ષ ૨૦૧૭ની સેલરીમાં ૨૦૧૬ની સેલરી કરતા ૧૦ ટકાનો વધારો થયો છે એટલુ જ નહી તેમણે ૪૦ મિલિયન પાઉન્ડ કંપનીના ડિવિડન્ડ રૂપે આપ્યા છે. કંપનીએ એક દશકામાં ૫૫૦ મિલિયન પાઉન્ડ્સ શેરહોલ્ડર્સને પણ આપ્યા છે.
કોટ્સે શેફીલ્ડ યૂનિવર્સિટીમાંથી ઇકોનોમેટ્રિક્સની ડિગ્રી મેળવી હતી. તેમણે એકાઉન્ટનની ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ તેમણે પિતાના બેટિંગ શોપ્સમાં કામ કર્યુ હતુ. ૨૨ વર્ષની ઉમરે કોટ્સ મેનેજીંગ ડિરેક્ટર બની હતી.
Bet૩૬૫ સાથે સાથે કોટ્સ અને તેમનો પરિવાર સિટી ફુટબોલ ક્લબનો પણ માલીક છે. વર્ષ ૨૦૧૨માં ક્વીનને કોટ્સને સમાજ અને વ્યવસાયમાં તેમણે આપેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ૯૨ વર્ષના ક્વીનની નેટ વર્થ ૪૨૦ મિલિયન ડાલર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





