રાજ્યસભાના ઉપસભાપતિના પદ માટે વિપક્ષનો ચહરો વંદના ચૌવ્હાણ

0
8

ન્યુ દિલ્હી,તા.૭
રાજ્યસભામાં ઉપસભાપતિ પી.જે.કુરિયનનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે ૯ ઓગસ્ટના રોજ ચૂંટણી થવાની છે. તેવામાં ભાજપ બાદ હવે વિપક્ષી દળોએ પણ પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે.
મહારાષ્ટ્રની રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા વંદના ચૌવ્હાણને વિપક્ષે ઉપસભાપતિ પદ માટે પોતાના ચહેરા તરીકે જાહેર કર્યા છે.
વંદનાના પિતા વિજયરાવ માહિતેની શ્રેષ્ઠ વકિલમાં ગણવામાં આવતા હતા. તેમણે ઘણાં મોટા ક્રિમિનલ લોયર્સને ટ્રેઇન કર્યા. તેમજ વંદનાના પતિ હેમંત ચૌવ્હાણ પણ મોટા વકિલ છે.
વંદના વર્ષ ૧૯૯૭-૯૮માં પુણે શહેરની મેયર રહી ચૂકી છે. તે દરમિયાન તેઓ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની વાઇસ ચેરપર્સન પણ રહી ચૂકી છે. સુરેશ કલમાડી રાજકારણમાં તેમના શરૂઆતના માર્ગદર્શક રહ્યાં હોવાનું માનવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY