ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાન સરકારે સિલ્ક રોડ રેલ સંબંધી પ્રોજેક્ટમાં ૨ બિલિયન ડોલરનો કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના રેલવે મંત્રીનું કહેવું છે કે તેમનો દેશ ગરીબ છે અને મસમોટું દેવું તેમના દેશને પોસાય તેમ નથી.
પાકિસ્તાનના રેલમંત્રીનું કહેવું છે કે, ચીનને જે રેલ પ્રોજેક્ટમાં રસ છે તેનો ખર્ચ ૬.૨ બિલિયન ડોલર હતો. પરંતુ હવે પાકિસ્તાનનું કહેવું છે કે તેઓ તેમાં ૨ બિલિયન ડોલરનો કાપ મુકવા માંગે છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન કોઇ પ્રોજેક્ટ પર તેમની જરૂરીયાત પ્રમાણે જ આગળ વધશે.
બ્રિટીશ કાળમાં કરાંચીથી પેશાવર સુધી ૧૮૭૨ કિલોમીટર લાંબી રેલ લાઇન નાખવામાં આવી હતી. હવે તેને વધારવા અને તેના પુનઃનિર્માણમાં ચીન રસ દાખવી ૮.૨ બિલિયન ડોલર રોકવાનો નિર્ણય કર્યો હતો. તે અલગ વાત છે કે અમુક કારણોને કારણે આ પ્રોજેક્ટ લટકી રહ્યો.
ઇમરાન ખાનની સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ચીનના રોકાણને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશે અને તે બાદ કોઇ ચોક્કસ નિર્ણય કરશે. અમેરિકાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ચીનનો વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ વસાહતી વિસ્તાર છે. વિકાસની આડમાં ચીન જુદાં-જુદાં દેશોને પોતાના ઉપનિવેશક બનાવવા માંગે છે.
પાકિસ્તાનના રેલમંત્રી રાશિદે કહ્યુ કે, તે વાત સાચી છે કે સીપેક પાકિસ્તાનની જરૂરીયાત છે. પરંતુ તેમણે પોતાની આંખ અને કાન ખોલીને રાખ્યા છે. તેમણે કહ્યુ કે, તે વાત પણ સાચી છે કે તેમના દેશમાં રેલની સ્થિતી ખરાબ છે. રેલવેને નવી જીંદગી આપવા માટે અમારે ઘણું કરવાની જરૂર છે. પરંતુ દેવાંના બોજ હેઠળ તે કરી શકાય નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





