બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારે પોલીસને કહ્યું બધુ ભગવાન ભરોસે ના છોડો!

0
3

પટણા,તા.૧૩
બિહારમાં વણસી રહેલી સ્થિતિને પગલે નિતીશ કુમારે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. રૂ ૩૨૦ કરોડનાં ખર્ચે બનેલા પોલીસ હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કરતી વખતે નિતીશ કુમારે પોલીસને સંબોધન કરતા કહ્યું કે, “લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર બધા નાગરિકો માટે સમાન રીતે કામ કરે છે. જેમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. પોલીસે પણ હવે આ અંગે આગળ આવવાની જરૂર છે અને લોકોને મદદ કરવાની જરૂર છે.
બિહારનાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, થોડો સમય વિચારો અને ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને કાબુમાં લાવો. સમાજમાં સંવાદિત જળવાય તે માટે કામ કરો. સમાજ સુધારા માટેનાં સરકારનાં પ્રયાસોને મદદ કરો. બધુ ભગવાન ભરોસે ના છોડી દો.
આ પ્રસંગે નિતીશ કુમારે પોલીસ વિભાગના અન્ય પ્રોજેક્ટો માટે ખાતમૂહુર્ત કર્યા હતા. નિતીશ કુમારે જ્યારે આ નિવદેન આપ્યું ત્યારે તેમની સાથે રાજ્યનાં મંત્રીઓ, ડી.જી.પી કે.એસ. દ્વિવેદી પણ હાજર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે અને વિરોધપક્ષો દ્વારા નિતીશ કુમારનાં વહિવટ પર માછલાં ધોઇ રહ્યાં છે.
નિતીશ કુમારે વધુમાં જણાવ્યું કે, તેમની સરકાર પોલીસતંત્રને આધુનિક બનાવવા માટે કટીબદ્ધ છે અને નવી ભરતી પણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY