એચએલએ મોડર્ન ઈન્ડિયા નું મંદિર, સરકારે કર્યું અપમાન : રાહુલ ગાંધી

0
5

બેંગ્લુરુ,તા.૧૩
બેંગલુરુમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓ સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, HAL કામ કરવું ગર્વની વાત છે. રાફેલ બનાવવાનો સોદો HAL ન મળવાથી નારાજ રાહુલે કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો, તો કેટલીક વ્યૂહાત્મક મહત્વની સંસ્થાઓની રચના કરવામાં આવી અને HAL એ પૈકીની એક સંસ્થા છે. રાહુલે વધુમાં કહ્યું કે, અમારા સૌનું માનવું છે કે ૐછન્ આધુનિક ભારતનું મંદિર છે. સરકારે તેના કર્મચારીઓનું અપમાન કર્યું છે.
રાહુલે ૐછન્ના કર્મચારીઓને કહ્યું કે દેશ માટે આપે જે કામ કર્યું છે, તે શાનદાર છે. તેઓએ કહ્યું કે દેશની રક્ષા કરવા માટે ભારત HAL કર્મચારીઓનો આભારી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે પ્રકારે
IIT ઉચ્ચ શિક્ષા ક્ષેત્રમાં દેશની પ્રીમિયમ સંસ્થા છે, તેવું જ એરોસ્પેસના ક્ષેત્રમાં ૐછન્નું સ્થાન છે. તેઓએ કહ્યું કે HAL દેશમાં વૈજ્ઞાનિક વિચારનું નિર્માણ કર્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું અહીં આપને એવું સાંભળવા માટે આવ્યો છું કે આ સંપત્તિ (HAL)ને વધુ પ્રભાવી કેવી રીતે બનાવી શકાય અને આપ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તેનું સમાધાન કેવી રીતે થઈ શકે? કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે વિપક્ષમાં હોવા છતાંય તેઓ આ મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY