ઉ.પ્રદેશમાં સચિવાલય બહાર નમાઝ પઢી શખ્સે મોદી-યોગીને અપશબ્દો કહ્યા

0
4

લખનઉ,તા.૧૩
ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં સચિવાલય એનેક્સી ભવનના સામેના રોડ પર અજીબોગરીબ ઘટના બની છે. શુક્રવારે સાંજે ભવનની બહાર રોડની વચ્ચોવચ એક શખ્સે નમાઝ પઢી હતી.નમાઝ પઢતા પહેલા આરોપી શખ્સે પીએમ અને સીએમ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. આવા વ્યવહારને કારણે પોલીસે આ નમાઝ પઢનાર શખ્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રફીક નામક શખ્સે મોડી રાત્રે લખનઉમાં સચિવાલ એનેક્સીની બિલ્ડિંગ
ની સામે રોડની વચ્ચે નમાઝ પઢી હતી. ત્યારબાદ તેણે વડાપ્રધાન અને સીએમ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
સચિવાલય એનેક્સીની સામે સાંજે ૭ વાગ્યે લીલી પાઘડી બાંધની એક વ્યકિત સ્કૂટી પરથી ઉતર્યો હતો અને ત્યાં ઉપસ્થિત ટોળાની વચ્ચે પહોંચ્યો હતો. સચિવાલય ગેટ નંબર ૧ની સામે રફીકે પહેલા પીએમ મોદી અને સીએમ યેગી વિરુદ્ધ અપશ્બ્દો કહ્યા અને ત્યારબાદ રોડની વચ્ચે નમાઝ પઢવાની શરૂ કરી દીધી હતી.
રોડ પરથી પસાર થતા લોકો પોતાની ગોડીઓ ઉભી રાખીને આ શખ્સને જાતી રહ્યા હતા. પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને આ ઘટનાને નિહાળી રહી હતી રફીક જ્યારે નમાઝ પઢી લીધી તે પોતાનું વાહન લઇને ત્યાંથી જતો રહ્યો હતો. અને પોલીસ માત્ર શ્રોતાઓની જેમ બધુ નીહાળી રહી હતી.જ્યારે સચિવાલયની બહાર આ ઘટના બની હતી ત્યારે સીએમ અંદર અધિકારીઓ સાથે બેઠકમાં હતા. બાદમાં પોલીસે રફીક વિરુદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ તેની કમરમાં છરી પણ રાખી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY