સુરત,
તા.૨/૪/૨૦૧૮
કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં ગુજરાતની મેડિકલ કોલેજાના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. સુરતમાં સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળમાં જાડાયા હતા.
ગુજરાત સહિત દેશભરની કોલેજામાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. નેશનલ મેડિકલ કમિશનને લઈને કેન્દ્ર સરકારની મહત્વની બેઠક હોઈ તેમાં નિર્ણય આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો હડતાળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જા નિર્ણય નહી આવે તો અચોક્કસ મુદ્દની હડતાળ રહેશે તેવી જુનિયર ડોક્ટર્સ એસોસિએશને ચીમકી આપી છે.
જુનિયર ડોક્ટર્સ એસોસિશને નેશનલ મેડિકલ કમિશનની રચના તથા હોસ્પટલોમાં તથી હિંસાને લઈને અનેકવાર ધરણા અને દેખાવોના કાર્યક્રમો પણ અગાઉ આપ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હોસ્પટલોમાં ડોક્ટરો પર થતા હુમલાઓ અને હિંસાને લઈને દેશમાં સેન્ટ્રલ હોસ્પટલ પ્રોટેકશન એક્ટ નામનો નવો કાયદો લાવવાની માંગ કરી છે. આ ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ માટે સોનોગ્રાફી સહિતના ટેસ્ટને લગતા હાલના પીસી એન્ડ પીએનડીટી એક્ટમા સુધારો કરવાની માંગ કરાઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"