ન્યુ દિલ્હી,તા.૧૭
દિલ્હીના નોઈડામાં આજે એક સ્કૂલ બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો. સવાર સવારમાં બાળકોને લઇને ખાનગી સ્કૂલ બસ નોઈડાના સેક્ટર-૧૬ના એક પિલર સાથે ટકરાઇ હતી. તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે બસ અને પિલર વચ્ચે ટક્કર કેટલી જારદાર હશે. આ ઘટનામાં બસનો આગળનો ભાગ પુરી રીતે કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બસના કાચ પણ તૂટી ગયા હતા.
આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને નોઇડાના કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ બાળકોને પણ કૈલાશ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા બાળકોના પરિવારજનો પરેશાન થઇ ગયા હતા. બાળકોના માતા-પિતા તાત્કાલિક હોÂસ્પટલ પહોંચ્યા અને પોત પોતાના બાળકોની શોધ કરવા લાગ્યા હતા. રિપોર્ટના મતે, દુર્ઘટના સમયે બસમાં ૩૦ વિદ્યાર્થીઓ બેઠા હતા. બસ રજનીગંધા ચોકના અંડરપાસમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે કોઇ કારણસર એક પિલર સાથે ટકરાઇ હતી.
બસ દુર્ઘટના બાદ અંડરપાસ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. સવાર-સવારમાં થયેલા ગમખ્વાર અકસ્માતના કારણે વ્યસ્ત રહેતા રજનીગંધા ચોક પર ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ટ્રાફિક વિભાગની ટીમ બસને ટો કરીને લઇ ગઇ હતી, ત્યારબાદ અંડરપાસની એક સાઇડનો ટ્રાફિક ખોલવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





