મુંબઈ,તા.૧૯
આગેવાન ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે ઇંગ્લેંડમાં સેકંડ લીડ કરી રહેલી અને હિટ નીવડેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ કરી ચૂકેલી ઇરાની અભિનેત્રી નોરૌઝીએ એવો આક્ષેપ કર્યો હતો કે વિપુલે મને પરાણે કીસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘નમસ્તે ઇંગ્લેંડની મુખ્ય હીરોઇન પરિણિતી ચોપરા છે. અગાઉ વિપુલે ફિલ્મની સેકંડ લીડની આૅફર જેક્લીન ફરનાÂન્ડસને કરી હતી પરંતુ એણે સેકંડ લીડ કરવાની ના પાડી હતી. મેં છ છ ઓડિશન્સ આપ્યા પરંતુ એ મારો ઉત્સાહ વધારવાને બદલે મારો આત્મવિશ્વાસ ડગી જાય એવી કોમેન્ટ્સ કરતો રહ્યો અને હું આ દુનિયાની સૈથી નબળી અભિનેત્રી છું એવું બોલતો રહ્યો. સાતમા ઓડિશનને બહાને એણે મને બોલાવી ત્યારે એ મને વિના કારણે સ્પર્શ કરતો રહ્યો અને એક તબક્કે એણે મને પરાણે કીસ કરવાના પણ પ્રયાસ કર્યા’ એવું નોરૌઝીએ આક્ષેપ કરતાં કહ્યં હતું.
એણે કહ્યું કે વિપુલ સતત મને લલચાવતો રહ્યો કે આપણે થોડા દિવસમાં પેપર્સ સાઇન કરવાનાં છીએ. અમે એની આૅફિસમાં મળ્યા ત્યારે એણે મને કીસ કરવાનો પ્રયાસ કર્યો. મેં એને પાછળ ધકેલી દીધો અને કહ્યું કે આ શું કરો છો ? આપણે તમારી આૅફિસમાં છીએ. જા કે મારે એ ફિલ્મ જતી નહોતી કરવી એટલે બને એટલા મૃદુ સ્વરમાં મેં એને વાર્યો. જા કે હું સતત સાવધ રહી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





