ઈન્ડો-અમેરિકન મિનલ પટેલને અમેરિકામાં માનવ તસ્કરી સામે લડવા બદલે રાષ્ટ્રપતિ એવોર્ડ

0
12

હ્યુસ્ટન,તા.૧૯
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ભારતીય મૂળની અમેરિકન મહિલાને હ્યુસ્ટનમાં માનવ તસ્કરીથી લડવામાં ઉત્તમ યોગદાન માટે રાષ્ટ્રપતિ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરની માનવ તસ્કરી પર વિશેષ સલાહકાર મીનલ પટેલ ડેવિસને ગત અઠવાડિયે વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમમાં માનવ તસ્કરથી લડવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. એવોર્ડ મળ્યો પછી ડેવિસે જણાવ્યું કે આ અવિશ્વસનીય છે. આ અવોર્ડ આ ક્ષેત્રમાં દેશનું સર્વોચ્ચ સન્માન છે. તેમણે જણાવ્યું કે મારા માતાપિતા ભારતથી અહીં આવ્યા હતા. હું અમેરિકામાં જન્મ લેનાર મારા પરિવારની પ્રથમ સભ્ય હતી, ઘણા વર્ષો સુધી મેયર ઓફિસમાં કામગીરી કર્યા બાદ એવોર્ડ સ્વીકારવા વ્હાઈટ હાઉસ સુધીની સફર અવિશ્વસનીય છે.’
ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૧૫માં નિયુક્ત ડેવિસે અમેરિકાના ચોથા સૌથી મોટા શહેરમાં નીતિગત સ્તર પર અને વ્યવસ્થામાં પરિવર્તન લાવીને માનવ તસ્કરીનો ઉકેલ લાવવા માટે સ્થાનિક સ્તરે મોટું યોગદાન આપ્યું હતું. ડેવિસે કનેક્ટિક્ટ યુનિવર્સિટીથી એમબીએ અને ન્યૂયોર્ક યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી હાસિલ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY