મુંબઈ-અમદાવાદ બાદ ચેન્નાઈ,દિલ્હી,કોલકાત્તાને બુલેટ ટ્રેનથી જાડાશે

0
9

ન્યુ દિલ્હી,તા.૧૧
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સર્વિસ હજી શરૂ થઈ નથી પરંતુ આ દરમિયાન સરકાર અન્ય અમુક શહેરોને પણ બુલેટ નેટવર્ક સાથે જાડવાની યોજના ઉપર કામ કરી રહી છે. ગઈ કાલે સંસદમાં ચોમાસું સત્રનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન લોકસભામાં સરકારના જણાવ્યા પ્રમાણે , ૬ રુટ પર બુલેટ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે વિશે ફિઝિબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં સરકારે જણાવ્યું છે કે, દેશના ૪ પ્રમુખ મેટ્રો શહેર દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતાને હીરક ચતુર્ભુજ નેટવર્ક દ્વારા જાડવામાં આવશે.
નાગપુર અને બેંગલોરને પણ આ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે. સરકાર તરફથી દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા (લખનઉ થઈને) , મુંબઈ-ચેન્નાઈ, દિલ્હી-ચેન્નાઈ (નાગપુર થઈને), મુંબઈ-કોલકાતા (નાગપુર રસ્તે) અને ચેન્નાઈ-બેંગલુરુ, મૈસુરનાના રુટ પર ફિઝિબિલિટી સર્વે કરાવવામાં આવી રહ્યો છે. સરકાર આ રુટ પર બુલેટ ટ્રેન દોડાવા માટે ફ્રાંસ, સ્પેન, ચીન, જાપાન અને જર્મનનીની મદદ લઈ રહી છે.
આ પ્રોજેક્ટ માટે જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી તરફથી ૮૮,૦૦૦ કરોડની લોન મળી રહી છે. આ લોનનો સમયગાળો ૫૦ વર્ષ સુધીનો છે અને તેના માટે ભારતે ૦.૧ ટકા વ્યાજ ચૂકવવું પડશે. જાપાને આ લોન માટે ૧૫ વર્ષનો સમય આપ્યો છે. ત્યારપછી આ લોન પરત કરવાની રહેશે. એક અંદાજ પ્રમાણે મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ પર ૧૭ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY