કેરળ પુર : નુકસાન આંક વાર્ષિક બજેટથી પર જશે

0
90

કોચી,તા. ૨૫
કેરળમાં અભૂતપૂર્વ અને વિનાશકકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી તેમજ સાફ સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે વિનાશકારી પુરના કારણે નુકસાનના આંકડાને લઈને ગણતરી કરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ આંકડો રાજ્યના વાર્ષિક બજેટ કરતા પણ વધારે હોઈ શકે છે. ભારે વરસાદના કારણે હજુ સુધી ૪૧૭ લોકોના મોત થઈ ચુક્યા છે. સેંકડો લોકો રાહત કેમ્પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં ૮.૬૯ લાખ લોકો રહેલા છે. આઠમી ઓગસ્ટથી ૨૬૫ના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૨૯મી મે બાદથી મોતનો આંકડો ૪૧૭ સુધી પહોંચ્યો છે. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પુર તરીકે આને જાવામાં આવે છે. પુરના કારણે શરૂઆતી નુકસાન મુજબ આંકડો ૨૦ હજાર કરોડ સુધી દર્શાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વાર્ષિક યોજના સાથે સુચિત બજેટનો આંકડો ૨૯૧૫૦ કરોડનો રહ્યો છે. તેમાં કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પણ સામેલ છે. આ વર્ષે રાજ્યના બજેટનો આંકડો ૩૭૨૭૩ કરોડ સુધી રહી શકે છે. મોતનો આંકડો મે બાદથી ૪૧૭ સુધી પહોંચી ગયો છે. માર્ગ નેટવર્કને થયેલા નુકસાનનો આંકડો શરૂઆતી રીતે ૪૫૦૦ કરોડનો છે. જ્યારે પાવર સેકટરમાં થયેલા નુકસાનનો આંકડો ૭૫૦ કરોડ અને જળ વિભાગને થયેલા નુકસાનનો આંકડો ૯૦૦ કરોડનો છે. કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેવાથી થયેલા નુકસાનનો અંદાજ હજુ મુકી શકાયો નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરગ્રસ્ત મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પરંતુ રાજ્યમાં હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. કેન્દ્ર સરકારે ખાતરી આપતા કહ્યું છે કે, પુરગ્રસ્ત કેરળને ૬૦૦ કરોડ રૂપિયા એડવાન્સ સહાય તરીકે અપાયા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY