જળવાયુ પરિવર્તનથી હિમાલય ક્ષેત્રમાં પાણીની તંગી થશેઃ અભ્યાસ

0
8

જળવાયુ પરિવર્તનથી એન્ડીજ માઉન્ટેન-તિબ્બતની પઠારના બાશિંદો પર ખરાબ પ્રભાવ પડશે
ઓહિયો,તા.૧૯
જળવાયુ પરિવર્તના કારણે હિમાલયમાં ગ્લેશિયર્સ તેજીથી પીગળી રહ્યા છે અને આનાથી ભારત, પાકિસ્તાન અને નેપાળના અલગ અલગ વિભાગમાં પાણીનીના પ્રશ્નો ઉદભવી શકે છે. એક નવા અધ્યયનમાં આ મામલે ચેતવણી આપવામાં આવી છે. અમેરિકામાં ઓહિયો સ્ટેટ યૂનિવર્સિટીના અધ્યયનકર્મિઓ અનુસાર જળવાયુ પરિવર્તનથી એન્ડીજ માઉન્ટેન અને તિબ્બતી પઠારના બાશિંદો પર ખરાબ પ્રભાવ પડી શકે છે.
ઓહિયો સ્ટેટ યૂનિવર્સિટીમાં પર્યાવરણ વિજ્ઞાની લોની થોમ્પસને જણાવ્યું કે વર્ષ ૨૧૦૦ સુધી અડધુ હિમનદ ગાયબ થઈ જશે. સૌથી ખરાબ સ્થિતિ રહીતો આનો બે તૃતિયાંશ ભાગ ખતમ થઈ જશે. સંશોધનકર્તાઓ અનુસાર જળની આપૂર્તિ ઘટી રહી છે જ્યારે આબાદી વધવાના કારણે જળની માંગ વધી રહી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે પેરુમાં હિમનદ લોકો, પાક, અને પશુઓ માટે જળ આપૂર્તિ કરી રહ્યો છે.
વર્ષ ૨૦૧૬ માં ચીન અને ભારતમાં સંશોધનકર્તાઓએ તિબ્બતી પઠાર પર આ પ્રકારની શોધ શરુ કરી હતી. અહીંયા હજારો હિમનદ છે જેનાથી અફઘાનિસ્તાન, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, પાકિસ્તાન અને કઝાકિસ્તાનને જળ મળી રહે છે. આંતરરાષ્ટ્રીય શોધ દળે પઠારને ત્રીજા ધ્રુવ કહ્યો છે કારણ કે ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ બહાર તાજા પાણીનો અહીંયા સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો સ્ત્રોત છે. સંશોધનકર્તાઓએ તિબ્બતી પઠાર અને એન્ડિઝ માઉન્ટેનથી બરફના નમૂના લઈને તાપમાન, વાયુ ગુણવત્તા અને અન્ય ઘટનાઓનું વિષ્લેષણ કર્યું ત્યારે આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY