લંડન,તા.૧૭
આૅક્સફોર્ડ ડિક્શનરીએ ‘ટાકિસક’ શબ્દને આ વર્ષનો ’વર્ડ ઓફ ધ યર’જાહેર કર્યો છે. ઓક્સફોર્ડ અનુસાર આ શબ્દ ૨૦૧૮માં ઉપજેલી સ્થિતિ, મિજાજ અને ભાવના વગેરેને પ્રદર્શિત કરે છે. આૅક્સફોર્ડ અંગ્રેજી શબ્દકોશે એક નિવેદનમાં કહ્યું કે, ‘આૅક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર’એવો શબ્દ કે અભિવ્યકિત છે જે સાંસ્કૃતિક મહત્વની દ્રષ્ટીથી મહત્વ ધરાવે છે.
આ વર્ષના શબ્દ માટે જે શબ્દની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં ‘ટાકિસક’ સિવાય ગેસલાઇટિંગ, ઇનસેલ અને ટેકલેશ શબ્દો સામેલ હતા. જેમાંથી ટાકિસક શબ્દની પસંદી કરવામાં આવી.
આંકડાઓ અનુસાર આ વર્ષે ટાકિસક શબ્દની સાથે કેમિકલ અને મેસ્કુલિનિટી જેવા શબ્દનો પણ ખૂબજ ઉપયોગ કરવામાં આવ્યો. નિવેદન અનુસાર મી ટૂ અભિયાનમાં ‘ટાકિસક મેસ્કૂલિનિટી’ નો ઉપયોગ થયો. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવનાર બ્રેટ કાવાનાહ સીનેટ ન્યાયિક સમિતિની સુનાવણી જેવી વર્ષની બહુ ચર્ચિત ઘટનાઓમાં પણ ‘ટાકિસક મેસ્કુલિનિટી’નો પ્રયોગ થયો. આ શબ્દએ જનમાનસના ઊંડી અસર પાડી હતી અને ૨૦૧૮માં લોકોએ તેના પર ઘણી ચર્ચાઓ કરી.
ટાકિસક વિશેષણનો ઉપયોગ ઝેર ના સંદર્ભમાં થાય છે અને અંગ્રેજીમાં પ્રથમ વખત આ શબ્દનો પ્રયોગ ૧૭મી સદીના મધ્યમાં થયો હતો. જે મધ્યયુગીન લેટિન શબ્દ ‘ટાકિસકસ’ પરથી આવ્યો હતો. જેનો અર્થ ‘ઝેર’ કે ‘વિષમય’ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





