મુંબઈના રસ્તાઓ માટે નવો નિયમ આવશે : ૬૦ કિ.મી. પ્રતિ કલાક સમાન સ્પીડ લિમિટ

0
25

મુંબઈ,તા.૧૦
આ મહાનગરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક વિભાગે અનેક પગલાં લીધા છે.
રોડ સેફ્ટી માટે વિભાગ બીજા ઘણા પગલાં લઈ રહી છે. એમાંનું એક પગલું છે શહેરના તમામ માર્ગો પર ૬૦ કિ.મી. પ્રતિ કલાકની સમાન સ્પીડ લિમિટ લાગુ કરવી.
અહેવાલ અનુસાર, ટ્રાફિક વિભાગનો દાવો છે કે એણે લીધેલા અનેક પગલાંને લીધે મુંબઈમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થયો છે.
હાલ ઈસ્ટર્ન ફ્રીવે અને બાન્દ્રા-વરલી સી લિન્ક પર વાહનો માટે સ્પીડ લિમિટ ૮૦ કિ.મી. પ્રતિ કલાક છે, પણ ડ્રાઈવરો ઘણી વાર એનાથી વધારે સ્પીડમાં કાર ભગાવતા હોય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક વિભાગ સમગ્ર શહેરમાં સમાન સ્પીડ લિમિટ લાગુ કરવા ધારે છે. પોલીસનું કહેવું છે કે મોટરચાલકો ઘણી વાર રસ્તાને ખાલી જોઈને કાર વધારે સ્પીડમાં ભગાવતા હોય છે. તેથી ટ્રાફિક વિભાગ હવે માર્ગો પર વધારે સ્પીડ કેમેરા ઈન્સ્ટોલ કરવાનો છે.
-ભવિષ્યમાં ૬૦ કિ.મી. પ્રતિ કલાકની યુનિફોર્મ સ્પીડ લિમિટ લાગુ કરાશે
-જ્યાં અકસ્માતો થવાનું સૌથી વધારે જાખમ રહેતું હોય છે એવા ૫૨ સ્થળોને ઓળખી કઢાયા
-પોલીસે મુંબઈમાં ૪૦ મહત્વના સ્થળોએ સ્પીડ કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY