શ્રીનગર,તા.૨૫
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ ૭૨ કલાકમાં ૧૨ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. શોપિયાં જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થયાની ઘયના બની હતી. કરરાન બાતાગુંડ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ આતંકવાદી ઠાર મરાયા છે. આ આતંકવાદીઓ સંગઠન લશ્કર-એ-તૈયબા અને હિજ્બુલ મુજાહિદ્દીનના કમાન્ડરનો સમાવેશ થાય છે. આ દરેક આતંકવાદીઓ ઘરમાં સંતાયા હતા. અથડામણ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયાની ખબર મળી રહી છે. અત્યારે અથડામણ ચાલું છે.
સવારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી. જેનાપગલે ૩૪ આરઆર, સીઆરપીએફ ટૂકડીએ શોપિયાંના તબાગુંડ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના જેવી જ આતંકવાદી સંતાયા હતા એ જગ્યાએ ગઇ ત્યાં જ સામેની બાજુથી ફાયરિંગ શરૂ થઇ ગઈ હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયરિંગમાં એક જવાનને ગોળી વાગી હતી જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
શોપિયામાં થયેલી અથડામણમાં જે આતંકવાદીઓ માર્યા ગયા છે એમાં લશ્કરના ડિસ્ટ્રીક કમાન્ડર મુશ્તાક મીર, હિજ્બુલ ડિસ્ટ્રીક કમાન્ડર અબ્બાસ અલી, હિજ્બુલ ડેપ્યુટી ચીફ વસીમ વાઘે ઉર્ફે સૈફુઉલ્લાહ, ઉમર મઝીગ ગની, ખાલિદ ફારુક ઉર્ફે તલ્હા અને એક અજ્ઞાત લશ્કરી આતંકવાદીનો સમાવેશ થાય છે.
આતંકવાદીઓ સંતાયા હોવાની૩ ખબર સાથે શોપિયાંમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. જેથી કોઇજ પ્રકારની અફવાહો ફેલાતી રોકી શકાય. બીજી તરફ પંજાબની સીમાવર્તી વિસ્તાર પઠાણકોટ જિલ્લામાં શાદીપુર ગામમાં એક ખેડૂતો ૬ શંકાસ્પદ લોકોને જાવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ પોલીસે સર્ચ ઓફરેશન ચલાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





