હાલમાં પાકિસ્તાન સરકાર સ્વાસ્થ્ય પર જીડીપીના માત્ર ૦.૬ ટકા જ ખર્ચ કરે છે
ઇસ્લામાબાદ,તા.૬
ગુજરાત, બિહાર સહિત દેશના અનેક રાજ્યોએ દારૂ પર પ્રતિબંધ લગાવ્યો છે. આનાથી તદ્દન વિરૂદ્ધ પાડોશી દેશ પાકિસ્તાને સિગારેટ સેવન પર અજીબ પ્રકારનો ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાને પોતાના સ્વાસ્થ્ય બજેટને વધારવા માટે સિગારેટ અને શરબત પર ટૂંક સમયમાં જ ‘ગુના ટેક્સ’ (SIN TAX) લગાવવાનો નિર્ણય લીધો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી અમીર મહેમદૂ કિયાનીએ મંગળવારે આ જાણકારી આપી છે.
સ્થાનિક મીડિયા અનુસાર, તેઓએ જન સ્વાસ્થ્ય સમારંભમાં કહ્યું કે, તેઓની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકાર દેશની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના પાંચ ટકાવાળુ સ્વાસ્થ્ય બજેટ બનાવવા ઇચ્છે છે. આ કામ માટે તેઓએ આવકમાં વધારો કરવો પડશે. તેથી સરકાર અનેક પ્રકારના ઉપાય અમલમાં લાવી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એક પ્રકારનો પ્રયોગ છે. જેમાં તમાકુ પ્રોડક્ટ્સ અને શરબત પર ગુનાહ ટેક્સ લગાવવાનો વિચાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



