મથુરા,તા.૨૩
મથુરા જિલ્લાના કોસીકલા નગરમાં શનિવાર રાતે એક યુવક વિજયાદશમીના એક દિવસ પછી ‘ભરત-મિલાપ’ લીલા અવસર પર યોજાતા મેળામાં I love Pakistan ના સંદેશા વાળા ફૂગ્ગા વેચતો જાવા મળ્યો હતો. જા કે પોલીસ તેની ધરપકડ કરી સતત પૂછપરછ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ અથવા માહિતી તેની પાસેથી નથી મળી. ઉક્ત યુવક મથુરાના જમુના પાર પોલીસ ક્ષેત્રમાં લક્ષ્મીનગર વિસ્તારનો રહેવાસીઓ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ કોસીકલામાં યોજાયેલા મેળામાં યુવક દ્વારા ‘આઇ લવ પાકિસ્તાન’ નો સંદેશ લખેલા ફૂગ્ગા વહેંચતો હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા મળી. કોઈએ તેના હાથમાં પકડાયેલા ફૂગ્ગાઓની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરિણામે થોડા જ કલાકોમાં આ ફોટો સમગ્ર વિસ્તારમાં વાઇરલ થઈ ગયો. જેના કારણે પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ અને તે યુવકની અટકાયત કરી કલાકો સુધી પુછપરછ કરવામાં આવી. પરંતુ, સોમવાર સુધી તેની પાસેથી આવી કોઈ પણ માહિતી મળી ન હતી, જેને આપત્તિજનક જણાવી શકાય, ન તો તેની પાસે બીજા કોઇ ફૂગ્ગો મળી આવ્યો જેના પર ‘આઇ લવ પાકિસ્તાન’ નો મેસેજ લખાયો હોય.
એસપી (દેહાત) આદિત્ય કુમાર શુક્લાએ જણાવ્યું કે તે ફૂગ્ગો કોટવાળી રોડ માર્કેટમાં મેસર્સ ભગવાન દાસ નરેશકુમારની દુકાનમાંથી ખરીદવામાં આવેલા એક પેકેટમાંથી નિકળ્યો હતો. તે દુકાનમાં પણ અન્ય ફૂગ્ગાઓ સાથે તેઓ બીજા ફૂગ્ગો ન મળ્યો. તેથી હમણાં આ કેસની તપાસ ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી બબલુ કુમારે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે કોસીકલાના ઘંટઘરની નજીકમાં લાગેલા ‘ભરત-મિલાપ’ મેળામાં એક યુવક ‘આઇ લવ પાકિસ્તાન’ લખેલા ચંદ્ર-તારાના ચિહ્ન બનેલા ફૂગ્ગાઓ વેંચતા જાવા મળ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



