વિમાનમાં ભારતીય યુવકની તબિયત લથડી, પાકિસ્તાને સારવાર કરવાનો કર્યો ઈનકાર

0
10

લાહોર,તા.૧૪
પાકિસ્તાને એકવાર ફરી માણસાઈને શર્મસાર કરી છે. પાકિસ્તાને પોતાના ત્યાં ભારતીય દર્દીને સારવાર આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી.
તુર્કી એરલાઈન્સના વિમાનમાં સફર કરી રહેલા ભારતીય યુવકની તબિયત અચાનક બગડી ગઈ. જેના કારણે ફ્લાઈટને લાહોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ.
પાકિસ્તાને ત્યાં તેને સારવાર આપવા અને હોસ્પિટલમાં દાખલ કરવાની મનાઈ કરી દીધી હતી. લગભગ સાત કલાક બાદ જ્યારે વિમાન દિલ્હી પહોંચ્યુ તો યુવકને સારવાર મળી શકી. સહયાત્રીએ આની ફરિયાદ વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રીને ટ્‌વીટ કરીને કરી છે.
જાકે તુર્કી એરલાઈન્સના વિમાનમાં બીમાર પડેલો વિપિન નામનો યુવક ગુરુગ્રામની એક વીમા કંપનીમાં સેલ્સ મેનેજર છે. તેમની કંપનીએ પોતાના ૭૦-૮૦ કર્મચારીઓને ત્રણ દિવસના પર્યટન ટૂર પર તુર્કી મોકલ્યા હતા. જેમાં વિપિન અને તેમના સાથી કર્મચારી પંકજ મેહતા પણ ગયા હતા.
પંકજે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યુ કે તેમના દળના તમામ લોકો ૧૨ ઓગસ્ટે રાત્રે ૮ઃ૩૦ વાગે ઈસ્તામ્બુલથી દિલ્હી માટે તુર્કી એરલાઈન્સના વિમાનમાં રવાના થયા હતા. ફ્લાઈટ દરમિયાન વિપિને લગભગ ૧૦ વાગ્યાની આસપાસ દારૂ પીધો હતો. જે બાદ મોડી રાત્રે ઉલટી થઈ અને બેહોશ થઈને પડી ગયો.
આ દરમિયાન ક્રૂ મેમ્બરો પાસે મદદ માગી, તે સમયે ફ્લાઈટમાં હાજર એક ભારતીય ડાક્ટરે તેની મદદ કરી અને તેને સંભાળ્યો. જાકે પાયલટે વિમાનને મોડી રાત્રે ૧ઃ૩૦ વાગે લાહોર એરપોર્ટ પર ઉતાર્યુ. વિમાનની આ ઈમરજન્સી લેન્ડિંગ બાદ પાકિસ્તાની ડોક્ટર તરત જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા. વિપિનની ગંભીર જાતા ડોક્ટરોએ તેને દાખલ કરવાની સલાહ આપી.
એવામાં પાયલટે પાકિસ્તાનના અધિકારીઓ સાથે વાતચીત કરી પરંતુ તેમની સાથે વાત કર્યા બાદ પણ ડોક્ટરોએ વિપિનની ગંભીર હાલત પર ધ્યાન આપ્યુ નહીં અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY