લાહોર,તા.૧૪
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (jun)ના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ફાયરિંગ કરનાર શંકાસ્પદ વ્યક્તિના મંગળવારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ આરોપી વિઠ્ઠલભાઈ માર્ગ પર દોડતો જાવા મળી રહ્યો છે. તેના પર આરોપ છે કે તેણે ખાલિદ પર સોમવારે બપોરે સંસદ પાસે ગોળી ચલાવી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. જાકે તપાસ પછી પોલીસે ગોળીબાર થયો હોવાની વાતથી ઈન્કાર કર્યો છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, જે પિસ્તોલ મળી આવી છે તેમાં ૬ કારતૂસ સલામત છે.
હકીકતમાં યુનાઈટેડ અગેન્સ્ટ હેટ નામના સંગઠને કોન્સ્ટિટ્યૂશનવ ક્લબમાં ‘ખોફ સે આઝાદી’ નામનો એક કાર્યક્રમ રાખ્યો હતો અને ખાલિદ તેમાં સામેલ થવાનો હતો. પરંતુ તે પહેલાં જ ચાની દુકાન પર ખાલિદ પર હુમલો કરવામાં આવ્યો હતો.
એક સાક્ષીએ જણાવ્યું છે કે, ઉમર અમારી સાથે ‘ખૌફ સે આઝાદી’ કાર્યક્રમમાં સામેલ થવા માટે અહીં આવ્યો હતો. જ્યારે અમે એક કિટલી ઉપર ચા પી રહ્યા હતા ત્યારે જ એક સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. તેણે ઉમરને ધક્કો માર્યો અને પછી ફાયરિંગ કર્યું. ધક્કાથી ખાલિદ પડી ગયો અને ગોળી તેની બાજુમાંથી પસાર થઈ ગઈ. અમે તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ખૂબ ઝડપથી ભાગી ગયો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




