ઈસ્લામાબાદ,તા.૧૭
પાકિસ્તાને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટિ્વટર પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (પીટીએ) ટિ્વટરને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જા ટિ્વટર દેશના કાયદાનું પાલન નહીં કરે તો અમને તેના પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડશે.
પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ થોડા સમય પહેલાં ટિ્વટરને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) હટાવી લેવા સૂચના આપી હતી, પરંતુ ટિ્વટરને આ વાંધાજનક સામગ્રી હટાવવા કોઇ કાર્યવાહી કરી નહોતી.
પીટીએના ડાયરેકટર નિસાર અહેમદે સેનેટની સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે ટિ્વટરને સૂચના આપવામાં આવેલ ૧૦૦ ટકા બાબતોમાંથી ટિ્વટરે માત્ર પાંચ ટકા બાબતમાં જ કાર્યવાહી કરી છે. બાકીની સૂચનાઓની ટિ્વટર દ્વારા સ્ંંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે.
તાજેતરમાં કોર્ટના દિશાનિર્દેશો પણ અમે ટિ્વટર સુધી પહોંચાડ્યા હતા, પરંતુ કોઇ જવાબ મળ્યો નથી. પાકિસ્તાન અગાઉ પણ સોશિયલ મીંડિયાની મોટી કંપનીઓને નિશાન પર લઇ ચૂક્્યું છે. પાકિસ્તાને ફેસબુક પર બે વખત પ્રતિબંધ મૂક્્યો હતો, જેમાં પ્રથમ પ્રતિબંધ ર૦૦૮ અને બીજા પ્રતિબંધ ર૦૧૦માં મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાને યુટ્યૂબ પર પણ બે વખત પ્રતિબંધ મૂક્્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



