સ્વ. વાજપાયીને પાકિસ્તાને આપી શ્રદ્ધાંજલિ, રાજનેતા તરીકે સંબોધ્યા

0
11

ઈસ્લામાબાદ,તા.૧૭
ભારતના પાડોશી દેશ પાકિસ્તાને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને રાજનેતા તરીકે સંબોધીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના એક પ્રવક્તાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે અમને અટલ બિહારી વાજપાયીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે, તેઓ એક સુપ્રસિદ્ધ નેતા હતા જેમણે ભારત-પાક. સંબંધોમાં પરિવર્તન લાવાની દિશામાં કામ કર્યું હતું. તેઓ વિકાસ અને ક્ષેત્રીય સહયોગના પ્રખર સમર્થક હતા.
પાક. સરકાર અને પ્રજા તરફથી વાજપાયીજીના પરિવાર અને ભારત સરકાર તથા ભારતીય જનતા પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન ઇમરાન ખાને પણ પૂર્વ વડાપ્રધાન વાજપાયીજીના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત-પાક શાંતિની દિશામાં તેમના પ્રયાસોને પાક હમેશા યાદ કરશે. તેઓ ઉપમહાદ્વીપના પ્રમુખ રાજનૈતિક વ્યક્તિત્વ હતા અને તેમના નિધનથી મોટા શૂન્યાકારનું સર્જન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે જ દિવંગત પૂર્વ વડાપ્રધાન વાજપેયજીને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY