રેલ્વે કરાર પર કામ કરતા કર્મચારીઓ માટે એલપીએમપી તૈયાર કરશે

0
40

ન્યુ દિલ્હી,તા.૧૭
રેલવે સાથે જાડાયેલી કંપનીઓ કર્મચારીઓના ન્યૂનત્તમ પગારમાં કાતર ચલાવી શકશે નહીં. રેલવે મંત્રાલયે કરાર પર કામ કરનારા કર્મચારીઓ માટે લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ (એલપીએમપી) તૈયાર કર્યુ છે.
રેલવે પ્રધાન પીયુષ ગોયલ આગામી ૩૧ ઓગષ્ટે આ પોર્ટલની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. જેનો હેતુ કર્મચારીઓનું થતુ શોષણ પર અંકુશ લગાવવાનો છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નિર્માણ, મરામત, કેટરિંગ સેવા, ટ્રેન-સ્ટેશન પર આૅનબોર્ડ હાઉસ કીપિંગ, સુરક્ષા વગેરે જેવા ક્ષેત્રમાં દોઢ લાખથી વધુ લોકો કરાર આધારિત નોકરી-કામ કરી રહ્યાં છે. આ કર્મચારીઓનુ શોષણ થઈ રહ્યું હોવાની અવારનવાર ફરિયાદો મળે છે.
જેમાં ન્યૂનત્તમ પગારથી પણ ઓછા પૈસા ચૂકવવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. ખાનગી કંપનીઓ-કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓના શોષણ પર અંકુશ લગાવવા માટે નવુ પોર્ટલ તૈયાર કરાયું છે. રેલવે સૂચના પ્રણાલી કેન્દ્રે (ક્રિસ) કોન્ટ્રાક્ટ લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ તૈયાર કર્યુ છે. રેલવે પ્રધાન ચાલુ મહિનાના અંતમાં (૩૧ ઓગષ્ટે) તેની શરૂઆત કરશે. ત્યારબાદ ખાનગી કંપની-કોન્ટ્રાક્ટર પોતાના કર્મચારીઓની ચૂકવણી

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY